Get The App

વસઈ વિરારમાં દુકાનો, સોસાયટીઓમાં પાણી ઘૂસી જતાં ભારે નુકસાન

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
વસઈ વિરારમાં દુકાનો, સોસાયટીઓમાં પાણી ઘૂસી જતાં ભારે નુકસાન 1 - image


અનેક રહીશોના વાહનો રસ્તાઓ પર ફસાતાં  ધક્કા મારવા પડયા

નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી,  શાળા કોલેજો બંધ રાખવા પડયાં, વિરારમાં  નાળું પહોંળું કરાતાં  ઝડપભેર પાણી ઓસર્યાં

મુંબઈ :  વસઈ-વિરારમાં છેલ્લા કેટલાક દિવસોથી વિરામ લીધા બાદ વરસાદે બુધવારે સાંજથી જોર દેખાડયો હતો. વીજળીના કડાકા સાથે જોરદાર પડેલાં વરસાદને કારણે ત્રણ  કલાકમાં અનેક રસ્તા જળબંબાકાર થયા હતા.  નાલાસોપારામાં એક જગ્યાએ ભૂસ્ખલન થયું અનેઈલેક્ટ્રીક શોક લાગવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે વિરારના રસ્તાઓ પરથી પાણી ભારાયા બાદ નવા મોટા બનેલાં નાળાને કારણે તાત્કાલિક રાહત મળી હતી. 

વસઈ-વિરારમાં સાંજે આશરે છ વાગ્યા બાદ વરસાદનું પ્રમાણ વધ્યું હતું. સતત ત્રણથી ચાર કલાક સુધી મુશળધાર વરસાદ વરસ્યો હતો.આ વરસાદને કારણે વસઈ-વિરારના નીચાણવાળા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા જેમાં નવા વિવા, જુના વિવા રોડ, વર્તક વોર્ડ, ગાવઠણ, અર્નાલા, આગાશી રોડ, નાલાસોપારાના ગાલા નગર, આછોલે રોડ, દ્વારકા હોટેલ વિસ્તાર, વસઈ સ્ટેશન વિસ્તાર, વસંત નગરી, એવર શાઈન રોડ, નાયગાંવમાં તિવારી રોડ, સ્ટાર સિટી, વાકીપાડા વગેરે મુખ્ય માર્ગ સહિત અનેક માર્ગો પર પાણી ભરાયા હતા. જેથી વાહનવ્યવહારને અસર થતાં રાતે કામ પરથી આવતાં લોકો પરેશાન થયા હતા. વાહનો પાણીમાં ફસાઈ જતાં કેટલાકે તેને ધક્કો મારવો પડયો હતો.કેટલાક વિસ્તારની સોસાયટીમાં પાણી ઘુસી ગયા હતા. જેથી રસ્તાની બાજુમાં આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસી જવાથી ઘણું નુકસાન થયું છે.સ્કુલ, કોલેજ પણ બંધ રાખવામાં આવી હતી. 

વિરારમાં મોટા નાળાએ નાગરિકોને રાહત આપી..

પાણીનો નિકાલ કરવા માટે મહાનગરપાલિકાએ પંપ લગાવ્યા હતા. ત્યારે ફાયર બ્રિગેડ વિભાગ પણ  ઈેમરજન્સી સિસ્ટમ સાથે તૈયાર હતા.તેમ જ વિરાર-વેસ્ટમાં બોળેશ્વરી તળાવ જતાં રસ્તા પરના નાળાની પહોળાઈ પહેલા ફક્ત ૧૦ ફુટની હતી અને એને વરસાદ પહેલાં લગભગ ૧૦૦ ફુટ પહોળું કરતાં પાણીનો પ્રવાહ ઝડપી બન્યો હતો. તેમ જ રાનપાડામાં આવેલા નાળા, ડોંગરપાડા સ્મશાનભુમી તરફ જતાં રસ્તા પરના નાળાને પણ આશરે ૧૦૦ ફુટ પહોળો કરવાને કારણે વિરાર-વેસ્ટના વિસ્તારોનું પાણી બીજા દિવસે એટલે કે ગુરુવારે વરસાદ ઓછો થયા બાદ ધીમે-ધીમે પાણી ઓસર્યા હતા.



Google NewsGoogle News