વરસાદનું સૌથી વધુ જોર પવઈમાં: 6 કલાકમાં 13 ઈંચ ખાબક્યો

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
વરસાદનું સૌથી વધુ જોર પવઈમાં:  6 કલાકમાં  13 ઈંચ  ખાબક્યો 1 - image


અંધેરીથી કુર્લા અને મુલુંડ સુધીના પટ્ટામાં સૌથી વધુ વરસાદ

ગણતરીના કલાકોમાં અતિશય ભારે વરસાદથી મહાપાલિકાની તમામ તૈયારીઓ પર પાણી ફરી વળ્યું

મુંબઇ :  જૂન મહિનો સાવ કોરો ગયા બાદ રવિવાર મધરાત બાદ ૧ વાગ્યાથી  સવારે ૭ વાગ્યા સુધી છ કલાક દરમિયાન સાંબેલાધાર વરસાદ વરસતા મુંબઇમાં ઠેર ઠેર પાણી ભરાતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી. મુંબઇ મહાનગર પાલિકાએ શહેરમાં ઠેર મૂકેલા રેઈન ગેજમાં નોંધાયેલા આંકડા અનુસાર સૌથી વધુ વરસાદ પવઇ વિસ્તારમાં ૩૨૯.૪૦ મિ.મિ. (૧૩  ઇંચ) વરસાદ વરસ્યો હતો. 

મહાપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર આમ તો સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદ થયો હતો. પરંતુ, અંધેરીથી કુર્લા અને કુર્લાથી મુંલુંડ વચ્ચેના પટ્ટામાં તેનું જોર સૌથી વધારે જોવા મળ્યુ ંહતું. પવઈમાં સૌથી વધુ ૧૩ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઘાટકોપર, કુર્લા, ભાંડુપ, વિક્રોલી, મુલુંડ, અંધેરી, સાકીનાકા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.  ગણતરીના કલાકોમાં જ સમગ્ર શહેરમાં છથી બાર ઈંચ જેવો વરસાદ પડતાં મહાપાલિકાની તમામ તૈયારીઓ પર પાણી ફરી વળ્યું હતું. 

મુંબઇમાં ગઇકાલ સવારે ૧ થી આજે સવારે ૭ વાગ્યા સુધી સરેરાશ  તળ  મુંબઇમાં ૧૧૫.૬૩ મિ.મિ, પશ્ચિમ ઉપનગરમાં ૧૬૫.૯૩ મિ.મિ. અને પૂર્વ ઉપનગરમાં ૧૬૮.૬૮ મિ.મિ. વરસાદ વરસ્યો હતો.

તળ મુંબઇમાં પ્રત્યા નગર મહાપાલિકા શાળા સેન્ટર પર ૨૨૦ મિ.મિ., શિવડી કોલીવાડા ૧૮૫.૫ મિ.મિ, રાવલી કેમ્પ ૧૭૬ મિ.મિ, ધારાવી ૧૬૫.૮, નાડકર્ણી ગાર્ડન ૧૫૬.૬૦ મિ.મિ. , પૂર્વ ઉપનગરમાં વીર સાવરકર માર્ગ ૩૧૫.૬ મિ.મિ. પવઇ ૩૧૪.૬ મિ.મિ કલેકટર કોલોની (ચેમ્બુર) ૨૨૧.૨ મિ.મિ, નવી  વિદ્યા મંદિર વિસ્તાર ૧૯૦.૬ મિ.મિ., લાલબહાદુર શાસ્ત્રી મ.ન.પા. શાળા (મુલુંડ ચેકનાકા) ૧૫૬.૬૦ મિ.મિ. વરસાદ વરસેવો નોંધાયો હતો.

જ્યારે પશ્ચિમ ઉપનગરમાં માલપા ડોંગરી મ.ન.પા શાળા (અંધેરી) ૨૯૨.૨૦ મિ.મિ., ચકાલા ૨૭૮.૨ મિ.મિ., ગોરેગામ આરે કોલોની ૨૫૯ મિ.મિ, જોગેશ્વરી બાલ ઠાકરે મનપા શાળા ૨૫૫ મિ.મિ., નારલ વાડી (મલાડ) ૨૪૧ મિ.મિ વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું હતું.



Google NewsGoogle News