Get The App

મરીન ડ્રાઇવ પર કાલથી 3 દિવસ દિલધડક એર શો

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
મરીન ડ્રાઇવ પર કાલથી 3 દિવસ દિલધડક એર શો 1 - image


1 કલાક સહુની નજર આકાશ ભણી

એરફોર્સના ફાઇટર પ્લેન અને હેલિકોપ્ટરો  દ્વારા બપોરે 12 થી 1 દરમિયાન હવાઇ કરતબ

મુંબઇ :   દેશની હવાઇ સીમાની હિફાઝત કરતા એરફોર્સની કામગીરીથી આમજનતાને વાકેફ કરવા માટે શુક્ર- શનિ- રવિ મુંબઇના મરીન- ડ્રાઇવ પર બપોરે ૧૨થી ૧  રમિયાન એર-શો યોજાશે. મરીન ડ્રાઇવની પાળીએ ઉભા રહીતા મુંબઇગરા ફાઇટર વિમાનો અને હેલિકોપ્ટરના આ હેરતઅંગેઝ કરતબો નિહાળી શકશે.

ભારતીય હવાઇ દળની કામગીરી અને અત્યાર સુધીમાં મેળવેલી સિદ્ધિથી સામાન્ય લોકોને અવગત કરાવવાના આશયથી એરફોર્સ દ્વારા મહારાષ્ટ્ર સરકારના સહયોગથી આ ત્રણ દિવસના એર-શોનું મરીન- ડ્રાઇવ પર આયોજન કરવામાં આવ્યું છે.

આ એર ડિસ્પ્લે શોમાં 'સૂર્ય કિરણ' એરોબેટીક ડિસ્પ્લે ટીમ અને 'સારંગ' હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ તરફથી ફાઇટર પ્લેન અને હેલિકોપ્ટરના દિલધડક કરતબો દેખાડવામાં આવશે. ઉપરાંત ફાઇઠર વિમાનો રંગીન ધૂમાડો છોડતા પસાર થશે એટલું જ નહીં આકાશમાં અવનવી આકૃતિઓ રચશે. લોકો યુદ્ધ- વિમાનને જોઇ શકે માટે સુખોઇ એરક્રાફ્ટ ખૂબ જ નીચી સપાટીએ ઉડાડવામાં આવશે. 

 આકાશ ગંગા' ટીમના જાંબાઝ જવાનો સી- ૧૩૦ પ્લેનમાંથી પેરેશૂટ સાથે  રિયામાં ઝંપલાવશે અને ફ્રી- ફોલના કરતબો  ેખાડશે, એમ સંરક્ષણ  ળની સધાાવાર યા ીમાં જણાવાયું છે.



Google NewsGoogle News