Get The App

મરાઠા આરક્ષણ માટે સુપ્રીમની બંધારણીય બેન્ચ સમક્ષ આજે સુનાવણી

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
મરાઠા આરક્ષણ માટે  સુપ્રીમની બંધારણીય બેન્ચ સમક્ષ આજે સુનાવણી 1 - image


અગાઉ સર્વોચ્ચ અદાલતે  આરક્ષણ રદ કરતા છેલ્લો ઉપાય

50 ટકાની મર્યાદા ઓળંગવા બાબતે મહારાષ્ટ્ર સરકારે કરેલી ક્યુરેટિવ અરજી પર બંધબારણે સુનાવણી થશે

મુંબઈ :  મરાઠા આરક્ષણ સંબંધે રાજ્ય સરકાર અને અન્યોએ કરેલી ક્યુરેટિવ અરજી પર સુપ્રીમ કોર્ટ બુધવારે મહત્ત્વની સુનાવણી થવાની છે. રાજ્ય સરકારે મરાઠા સમાજને સ્વતંત્ર સંવર્ગ કરીને આરક્ષણની ૫૦ ટકા મર્યાદા પાર કરીને આપેલું આરક્ષણ ગેરકાયદે છે કે નહીં એ મુદ્દે પાંચ સભ્યની બંધારણીય બેન્ચ સમક્ષ સમીક્ષા થશે.

સુપ્રીમ કોર્ટના પાંચ સભ્યની બંધારણીય બેન્ચે પાંચ મે ૨૦૨૧ના રોજ મરાઠા આરક્ષણ રદ કર્યું હતું. મરાઠા સમાજ પછાત છે, એમ જણાવીને અરાક્ષણની ભલામણ કરનારા ન્યા. ગાયકવાડનો અહેવાલ સુપ્રીમ કોર્ટે ફગાવ્યો હતો.  સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ઈન્દ્રા સહાની કેસમાં અપાયેલા ૫૦ ટકા આરક્ષણની મર્યાદા કોઈ અસાધારણ કે અપવાદાત્મક પરિસ્થિતિ નહોવા છતાં પણ મરાઠા આરક્ષણ આપતાં તોડવામાં આવી હતી, આથી મરાઠા આરક્ષણની જોગવાઈ કરનારી રાજ્ય સરકારનો કાયદો કોર્ટે ગેરકાયદે ઠેરવ્યો હતો.સંસદે ૧૦૨મો બંધારણીય ફેરફાર કરતાં રાજ્ય સરકારને મરાઠા આરક્ષણ આપવાનો અધિકાર નથી, એમ પણ કોર્ટે નોંધ કરી હતી. આ મહત્ત્વના ત્રણ મુદ્દા સાથે અન્ય બાબતો સંબંધે રાજ્ય સરકારે કરેલી ફેરવિચારની અરજી કોર્ટે ફગાવી હતી. 

મરાઠા આરક્ષણની માગણી ધ્યાનમાં રાખીને છેલ્લા પ્રયાસ રૃપે સરકારે ક્યુરેટિવ અરજી કરી છે. ભારતના મુખ્ય ન્યા. ડો.  ધનંજય ચંદ્રચૂડ, ન્યા. સંજય કૌલ, ન્યા. સંજીવ ખન્ના, ન્યા. ભૂષણ ગવઈની બેન્ચ સમક્ષ સુનાવણી થશે અને વધુ એક જજનો સમાવેશ કરવામાં આવશે. આ અરજીની સુનાવણી ઈન કેમેરા થશે. સસંદે ૧૦૫મો સુધારો કરીને અરાક્ષણ અપાવાના રાજ્ય સરકારના અધિકારને ફરી બહાલ કર્યા છે. આ સાથે સંસદે બંધારણીય સુધારો કરીને આર્થિક ધોરણ પર આપેલા ૧૦ ટકા આરક્ષણને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવતાં આરક્ષણની ૫૦ ટકાની મર્યાદા ઓળંગાઈ છે. આથી મરાઠા અરાક્ષણ માટે ૫૦ ટકાની મર્યાદાની શરત લાગુ કરવામાં આવે નહીં, એમ રાજ્ય સરકાર અને મરાઠાની બાજુ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે.

મનોજ જરાંગેએ આરક્ષણ માટે રાજ્ય સરકારને ૨૪ ડિસેમ્બરની મુદત આપી છે. આથી બુધવારે થનારી સુનાવણી વધુ મહત્ત્વની બની રહેશે.



Google NewsGoogle News