વિરારના હાર્દિક પટેલે 34 દિવસમાં 4 આયર્નમેન અને મેરેથોન પૂરી કરી

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
વિરારના હાર્દિક પટેલે 34 દિવસમાં 4 આયર્નમેન અને મેરેથોન પૂરી કરી 1 - image


6 દેશોમાં સ્પર્ધા પૂર્ણ કરનાર પહેલો ખેલાડી

આયર્નમેનમાં કુલ 15 કલાક સ્વિમિંગ પછી રનિંગ અને સાયકલિંગ પણ કરવાનું હોય છે

મુંબઈ :  વિરારમાં રહેતા પ્રખ્યાત આયર્નમેન હાદક પટેલે ૩૪ દિવસમાં અમેરિકા, મેક્સિકો, બાલન અને ઓસ્ટ્રેલિયા એમ ૪ દિવસો માં ૨ ફુલ આયર્નમેન, ૧ હાફ આયર્નમેન અને ૧ ફુલ મેરેથોન પુરી કરી છે. 

હાદકે અનેક નેશનલ રેકોર્ડ ની સાથોસાથ એશિયા માં પણ પહેલો ક્રમાંક મેળવ્યો છે. આંતર રાષ્ટ્રીય સ્તરે કોસ્ટગાર્ડ, ટોકીયો, લંડન, બલન, ન્યુયોર્ક અને શિકાગો આ ૬ દેશોમાં આ સ્પર્ધા થતી હોય છે જેમાં આ તમામ દેશોમાં સ્પર્ધા પુરી કરનાર હાદક પાટિલ દેશનો પહેલો ખેલાડી છે.

૨૦૨૩ ના વર્ષ માં હાદકે ૫ ફુલ મેરેથોન અને હાફ આયર્નમેન સ્પર્ધા પુરી કરી છે.

આ આયર્નમેન સ્પર્ધા બહુજ સખત હોય છે. ૧૫ થી ૧૭ કલાક ચાલનારી આ સ્પર્ધા માં ૩.૮ કી.મી. સ્વિમિંગ, ત્યારબાદ તરતજ ૪૨ કી.મી.રનિંગ અને ત્યારબાદ ૧૮૦ કી.મી.સાયકલિંગ કરવાનું હોય છે.



Google NewsGoogle News