હાર્દિક પંડયાના ઓરમાન ભાઈ વૈભવ પંડયાની જામીન અરજી નકારાઈ

Updated: May 16th, 2024


Google NewsGoogle News
હાર્દિક પંડયાના ઓરમાન ભાઈ વૈભવ પંડયાની જામીન અરજી નકારાઈ 1 - image


હાર્દિક સાથે રૃ.4.25 કરોડની ઠગાઈનો કેસ 

ગુનો ગંભીર છે, મોટી રકમ સામેલ હોવાથી  અને તપાસ પ્રારંભિક તબક્કામાં હોવાથી હાલ જામી ન આપી શકાય તેવી કોર્ટની નોઁધ

મુંબઈ :  મેજિસ્ટ્રેટ કોર્ટે તાજેતરમાં ક્રિકેટર હાર્દિક પંડયા અને કૃણાલ પંડયાના ઓરમાન ભાઈ વૈભવ પંડયાની જામીન અરજી ફગાવી છે. પંડયા બંધુઓ સાથે રૃ. ૪.૨૫ કારાડની ઠગાઈના આરોપસર પોલીસે વૈભવની ધરપકડ કરી હતી.

ગંભીર આર્થિક ગુનામાં સંકળાયેલી રકમ જંગી છે અને તપાસ પ્રારંભિક તબક્કામાં હોવાથી અરજદારને જામીન અપી શકાય નહીં, એમ કોર્ટે નિરીક્ષણ કર્યું હતું. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (એસ્પ્લેનેડ કોર્ટ) એસ. પી. શિંદેએ ૧૦ મેના રોજ આદેશ આપ્યો હતો. જેની નકલ હવે ઉપલબ્ધ થઈ છે. 

૨૦૨૧માં પંડયા બંધુઓએ પોલીમર બિઝનેસ ઊભો કર્યો હતો. વૈભવ રોજની કામગીરી જોતો હતો. કેસની વિગત અનુસાર વૈભવે કરારનો ભંગ કરીને પોતાની કંપની એ જ વ્યવસાયમાં ખોલી હતી અને બંને ભાઈઓને અંધારામાં રાખ્યા હતા.વૈભવે પંડયા બંધુની કંપનીમાંથી પોતાની કંપનીમાં પૈસા ડાઈવર્ટ કર્યાનો આરોપ છે. પંડયાની કપનીમાં નફાનો શેર વધાર્યો હતો જેની પંડયા બધુને જાણ નહોતી. તેમની સહી કથિત રીતે બનાવટી કરીને તેમના શેર ઘટાડી નાખ્યા હતા અને પોતાના વધારી નાખ્યા હતા.

આઠ એપ્રિલે વૈભવની ધરપકડ કરવામાં આવી હતી. વૈભવને જામીન પર છોડવામાં અવાતાં સાક્ષીદારો પર પ્રભાવ પાડી શકે છે, એવી દલીલ કરીને હાર્દિકે જામીનનો વિરોધ કર્યો હતો.

તપાસ પ્રાથમિક તબક્કામાં છે. બે વખત આરોપીના ખાતામાં રૃ. ૭૨ લાખ જમા થયા હોવાનું બેન્ક ટ્રાન્ઝેક્શન પરથી જણાય છે. રકમ  ટ્રાન્સફર કરવાનો હેતુ પૂછપરછ બાદ જ જાણી શકાશે. ગુનાની રકમ જંગી છે અને ગંભીર ગુનો  હોવાથી અરજી ફગાવવામાં આવે છે, એમ કોર્ટે જણાવ્યું હતું.


Google NewsGoogle News