એનસીબીના ડેપ્યુટી ડિરેક્ટર સામે ફરિયાદ કરવનારની એજન્સી દ્વારા સતામણી
જેની સામે ફરિયાદ થઈ તેના જુનિયરે બદનક્ષીની નોટિસ મોકલી
ફરિયાદીને ઘેરવા પ્રયાસ થઈ રહ્યો છે, કશુંક અજુગતું છે તેવી ટિપ્પણી સાથે હાઈકોર્ટનો કેન્દ્ર તથા એનસીબીને જવાબ રજૂ કરવા આદેશ
મુંબઈ: નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંહ સામે સીબીઆઈ તપાસ માટે મુંબઈના એક પત્રકારે કરેલી અરજીનો જવાબ નોંધાવવા હાઈ કોર્ટે કેન્દ્ર સરકાર અને એનસીબીને નિર્દેશ આપ્યો છે.
કોર્ટે નોંધ કરી હતી કે ફરિયાદીને ઘેરવા પ્રયાસ થઈ રહ્યો છે. ફરિયાદીને સમન્સ જારી કરીને એનસીબીના અધિકારીઓ દ્વારા બદનક્ષીનો કેસ કરવામાં આવ્યાની નોંધ કોર્ટ ેકરીને જણાવ્યું હતું કે જે રીતે અધિકારીઓએ ફરિયાદને હાથ ધરી છે એમાં કંઈક ખુટી રહ્યાનું જણાય છે.
કેટલાંક ડ્રગ્સના નિકાલમાં કાયદા અનુસાર પ્રક્રિયા હાથ ધરાઈ નહોવાનો દાવો પત્રકારો સિંહ સામે કરીને સીબીઆઈ તપાસની માગણી કરી હતી. રિપોર્ટિંગ દરમ્યાન માહિતી મળી હોવાનો દાવો તેણે કર્યો છે.
જ્ઞાાનેશ્વર સિંહના જુનિયર તેમની વિરુદ્ધની આ ફરિયાદ કઈ રીતે હાથ ધરી શકે એવો સવાલ કરીને એનસીબીના જુનિયર અધિકારીએ પત્રકારને સમન્સ બજાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો.
ફરિયાદ પ્રલંબિત છે તેવામાં સિંહના હાથ નીચે કામ કરતા સુપરિન્ટેન્ડન્ટ ઓફ ઓપરેશન એમઆર અરવિંદ નામના અધિકારીએ નવી દિલ્હીમાં ફેબુ્રઆરી, ૨૦૨૪માં બદનક્ષીનો કેસ કર્યો હતો. પત્રકારને નોટિસ મળી છે. આ નોટિસ ધમકાવવા મોકલવાઈ છે. એડિશનલ સોલિસિટર જનરલ દેવાંગ વ્યાસે જણાવ્યું હતું કે બંને વસ્તુ જુદી છે. બંને ફરિયાદો નવી દિલ્હીમાં થઈ હોવાથી બોમ્બે હાઈ કોર્ટના અખત્યારની બહાર છે. બદનક્ષીનો કેસ પત્રકારે કરેલી ફરિયાદ પહેલાંનો છે.
કોર્ટે વ્યાસને જણાવ્યું હતું કે તમે ફરિયાદીને બધી બાજુથી ઘેરી લીધો છે એવું લાગે છે અને તેમની ચિંતા વ્યાજબી છે. વ્યાસે જવાબમાં આ વાત સાચી નહોવાનું જણાવ્યું હતું. જે રીતે બાબતો બની રહી છે એ જોતાં કંઈક ખુટી રહ્યાનું જણાય છે.