Get The App

પુત્ર, બહેન-બનેવી તથા ભાણી અને બહેનની સાસુના હત્યારાને ફાંસી

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
પુત્ર, બહેન-બનેવી તથા ભાણી અને બહેનની સાસુના હત્યારાને ફાંસી 1 - image


સેશન્સ કોર્ટ  દ્વારા અપાયેલી ફાંસી હાઈકોર્ટે પણ બહાલ રાખી

 પત્નીની હત્યા કેસમાંથી બચવા બનેવી પાસેથી પાંચ લાખ ઉધાર લીધા હતા, બનેવીએ પાછા માગતાં તેમના પરિવારનું કાસળ કાઢી નાખ્યું

મુંબઈ :  નાગપુરમાં પોતાના જ પુત્ર, બહેન, બહેનના પતિ, બહેનની પુત્રી અને સાસૂની ક્રૂરતાપૂર્વક હત્યા કરવાના કેસમાં આરોપી વિવેક ગુલાબ પાલટકર (૪૦)ને મૃત્યુપર્યંત ફાંસીની સજા હાઈકોર્ટની નાગપુર બેન્ચે બુધવારે કાયમ રાખી હતી.

કૃષ્ણા વિવેક પાલટકર (૫૦) અર્ચના કમલાકર પવનકર (૪૫), કમલાકર મોતીરામ પવનકર (૪૮), વેદાંતી કલમાકર પવનકર (૧૨) અને મીરાબાઈ પવનકર (૭૩)ની હત્યા કરવામાં આવી હતી. ૧૫ એપ્રિલ ૨૦૨૩ના રોજ  સેશન્સ  કોર્ટે પાલટકરને ફાંસીની સજા અને રૃ. ૫૦ હજારનો દંટ ફટકાર્યા હતા. દંડ નહીં ભરતાં વધુ પાંચ વર્ષ સશ્રમ કારાવાસની સજા સંભળાવી હતી. સેશન્સ કોર્ટે આપેલી સજા પર હાઈકોર્ટમાં બહાલી મેળવવી જરૃરી છે. આથી આ કેસ હાઈકોર્ટમાં ગયો હતો. આરોપીએ સજા સામે અપીલ પણ કરી હતી. ૧૮ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ અંતિમ સુનાવણી થઈ હતી. ત્યારબાદ ચુકાદો બાકી રખાયો હતો. હાઈકોર્ટે સેશન્સ કોર્ટનો ચુકાદો કાયમ રાખીને અપીલ ફગાવી હતી. 

કેસની વિગત અનુસાર આરોપી પાલટકરને પત્નીની હત્યાના કેસમાં જન્મટીપ થઈ હતી. તેને કોર્ટમાંથી છોડાવવામાં કમલાકરના પાંચ લાખ ખર્ચ થયા હતા. આથી કમલાકર પાલટકર પાસે પૈસા પાછા માગતો હતો. પિતાની દસ એકર ખેતી હોવા છતાં પાલટકર પૈસા પાછા આપતો નહોતો. આથી બંને વચ્ચે ઘટનાના આઠ દિવસથી વિવાદ ચાલુ હતો. આથી પાલટકરે કમલાકર અને અન્યોને કાયમનો કાંટો કાઢવાનું કાવતરું રચ્યું હતું. 

૧૧ જૂન ૨૦૧૮ના રોજ રાત્રે દસ વાગ્યે  આરોપી વિવેક બનેવીલ કમલાકરના ઘરે આરોપી ગયો હતો. બધા સાથે ભોજન કર્યું ત્યારબાદ ઘરના હોલમાં પાલટકર અને મીરાબાઈ સૂતા હતા. બેડરુમમાં કમલાકર, અર્ચના, વેદાંતી અને કૃષ્ણા સૂતા હતા. પાલટકરની પુત્રી વૈષ્ણવી (૧૨) અને કમલાકરની પુત્રી મિતાલી (૧૪) બીજા રૃમમાં સૂતા હતા. મધરાતે એક વાગ્યે પાલટકર ઉઠીને શૈતાનની જેમ  કલમલાકર, અર્ચના, વેદાંતી અને કૃષ્ણાના માથે લોખંડી દસ્તાથી વાર કર્યો હતો. આથી ચારે જણ બેડ પર જ મૃત્યુ પામ્યા હતા. તેમનો અવાજ સાંભળીને મીરાબાઈ બેડરૃમ તરફ દોડી જતાં પાલટકરે તેને પણ કિચનમાં લઈ જઈને માથા પર પ્રહાર કરીને હત્યા કરી હતી. ત્યાર બાદ લોખંડી ગેટ પરથી નીચે કુદકો મારીને નાસી ગયો હતો. વૈષ્ણવી અને મિતાલી બચી ગયા હતા.



Google NewsGoogle News