Get The App

ગુનીત મોંગાની શોર્ટ એક્શન ફિલ્મ અનુજા ઓસ્કર માટે નોમિનેટ

Updated: Jan 24th, 2025


Google NewsGoogle News
ગુનીત મોંગાની શોર્ટ એક્શન ફિલ્મ અનુજા ઓસ્કર માટે નોમિનેટ 1 - image


ગુનીતનેબે ઓસ્કર મળી ચૂક્યા છે, આ  ફિલ્મમાં પ્રિયંકા ચોપરા સહ નિર્માત્રી

ભારતનાં પાયલ કાપડિયાની ઓલ વી ઈમેજિન એઝ લાઈટ  એક પણ કેટેગરીમાં નોમિનેટ નહીં એમેલિયા પેરેઝે 13 કેટેગરીમાં નોમિનેશન મેળવી મેદાન માર્યું

મુંબઇ -  ૨૦૨૫ના ૯૭મા ઓસ્કાર એવોર્ડ માટે ભારતીય ફિલ્મ સર્જક ગુનીત મોંગાની 'અનુજા' લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ થઈ છે. પ્રિયંકા ચોપરા આ ફિલ્મની સહ નિર્માત્રી છે.  બીજી તરફ ભારતનાં પાયલ કાપડિયાની બહુ વખણાયેલી ફિલ્મ 'ઓલ વી ઈમેજિન એઝ લાઈટ' અંતિમ પાંચમાં નોમિનેટ થઈ શકી નથી. આ ફિલ્મને બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ કેટેગરી તથા બેસ્ટ સ્ક્રીન પ્લે એમ બે કેટેગરીમાં નોમિનેશનની આશા હતી પરંતુ એક પણ નોમિનેશન મળ્યું નથી.  ઓસ્કર નોમિનેશનમાં  ફ્રાન્સની 'એમિલિયા પેરેઝ' ૧૩ નોમિનેશન સાથે છવાઈ ગઈ છે. 

નામાંકનમાં ભારતની એક લઘુ ફિલ્મનો સમાવેશ કરવામાં આવ્યો છે.  'અનુજા'ની સ્પર્ધા અન્ય શોર્ટ ફિલ્મો  એલિયન, આઇ એમ નોટ એ રોબોર્ટ, ધ લાસ્ટ રેન્જર,અને અ મેન હુ વુડ નોટ રિમેન સાઇલન્ટ સાથે થશે. 

ગુનીત મોંગા અગાઉ 'ધી એલિફન્ટ વ્હિસપરર્સ' તથા 'પિરિયડઃ એન્ડ ઓપ સેન્ટેસ' એમ બે શોર્ટ ફિલ્મો  માટે ઓસ્કર મેળવી ચૂક્યાં છે. 

આ શોર્ટ ફિલ્મ નવ વર્ષની બાળકી અનુજા પર આધારિત છે. અનુજા અને તેની બહેન પલક એક ગારમેન્ટ ફેક્ટરીમાં બાળ મજૂરી કરે છે. અચાનક તેમને શાળાએ જવાની તક  સાંપડે છે. તે અંગેની પરિસ્થિતિનો ફિલ્મમાં ચિતાર છે. 

દરમિયાન બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મની કેટેગરીમાં  લેટિવિયાની 'ફલો', ફ્રાન્સની  'એમિલિયા પેરેઝ',  જર્મનીની 'ધી સીડ ઓફ સેક્રેડ ફિગ'  તથા બ્રાઝિલની આઈ એમ સ્ટીલ હિઅર' અને ડેન્માર્કની 'ધી ગર્લ વીથ ધી નીડલ'નોમિનેટ થઈ છે.  બેસ્ટ ફિલ્મની કેટેગરીમાં એનોરા, ધી બુ્રટાલિટ, એ કમ્પલીટ અનનોન, કોન્ક્લેવ, ડયુન પાર્ટ ટૂ, એમિલિયા પેરેઝ, આઈ એમ સ્ટીલ હિઅર, નિકલ બોયઝ તથા ધી સબસ્ટન્સ અને વિકેડ નોમિનેટ થઈ છે. 

બેસ્ટ એક્ટરની કેટેગરીમાં  'ધી બુ્રટાલિસ્ટ' માટે એન્ડ્રીન બ્રોડી, 'એ કમ્પલીટ અનનોન' માટે ટિમોથી  ચેલેમેટ, 'સિંગ સિંગ' માટે કોલમેન ડોમિંગો તથા 'ધી એપ્રેન્ટિસ' માટે સેબેસ્ટીએન સ્ટેનને નોમિનેટ કરાયા છે. 

અભિનેત્રી તરીકે 'વીકેડ' માટે સિન્થિયા એરીવો, 'એમિલિયા પેરેઝ' માટે કાર્લા સોફિયા ગેસ્કન, 'એનોરા' માટે મિલ્કી મેડિસન તથા ' ધી સબસ્ટેન્સ' માટે ડેમી મૂર અને 'આઈ એમ સ્ટીલ હિઅર માટે 'ફર્નાન્ડા ટોરેસ'ને નોમિનેટ કરાયા છે.

ફ્રાન્સના પ્રોડક્શનની પણ સ્પેનિશ લેંગ્વેજમાં બનેલી 'એમેલિયા પેરેઝ'ને  બેસ્ટ પિક્ચર, બેક્સટ એકટ્રેસ,  ડાયરેક્શન, ઓરિજિનલ સ્ક્રીન પ્લે, સોંગ્સ તથા સપોર્ટિંગ કલાકાર સહિત જુદી જુદી ૧૩ કેટેગરીમાં નોમિનેશન મળ્યાં છે. 

'વિકેડ ' ફિલ્મને બેસ્ટ પિક્ચર તથા બેસ્ટ એક્ટર સહિત જુદી જુદી દસ કેટેગરીમાં નોમિનેશન મળ્યાં છે. 

આ વખતે લોસ એન્જલિસમાં લાગેલી વિનાશક આગના કારણે ઓસ્કર નોમિનેશનની પ્રક્રિયામાં વિલંબ થયો છે. જોકે, ઓસ્કર એકેડમીએ કરેલી જાહેરાત અનુસાર ઓસ્કર એવોર્ડ આગામી  ત્રીજી માર્ચે નિયત શિડયૂલ પ્રમાણે જ યોજાશે.



Google NewsGoogle News