ગુલશન કુમાર હત્યા કેસના દોષિતની સુપ્રીમમાં અપીલ
સુપ્રીમે રાજ્ય સરકારને નોટિસ આપી
સજાને બહાલી આપતા બોમ્બે હાઈકોર્ટના આદેશન પડકાયા૭
મુંબઈ : ટી-સિરીઝના સ્થાપક ગુલશન કુમાર હત્યા કેસમાં કસૂરવાર ઠેરવીને સજા કરતા આદેશને બહાલી આપતા બોમ્બે હાઈ કોર્ટના આદેશ સામે અબ્દુલ રઉફ મર્ચન્ટે કરેલ અપીલ પર સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નોટિસ મોકલી છે.
અગાઉ કોર્ટે અન્ય કસૂરવાર અબ્દુલ રશીદ દાઉદ મર્ચન્ટની અરજી પર નોટિસ મોકલાવી છે. બંને કસૂરવાર ભાઈઓ છે.
ગુલશન કુમારને ૧૨ ઓગસ્ટ ૧૯૯૭ના રોજ મંદિરની બહાર ઠાર કરવામાં આવ્યા હતા.
સેશન્સ કોર્ટે અદુલ રૌફને કસૂરવાર ઠેરવ્યો હતો પણ અબ્દુલ રશીદને મુક્તિ આપી હતી. બોમ્બે હાઈ કોર્ટે જોકે રૌફને અને રશીદ બંનેને કસૂરવાર ઠેરવ્યા હતા.