મર્દાની થ્રીમાં ગુજરાતી એકટ્રેસ જાનકી બોડીવાલાની એન્ટ્રી
રાણી સાથે પોલીસ ઓફિસર તરીકે દેખાશે
અજય દેવગણની શૈતાનમાં ઝળકેલી જાનકીને બીજી મોટી હિંન્દી ફિલ્મ મળી
મુંબઇ - રાણી મુખર્જીની 'મર્દાની થ્રી'માં ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાની પણ એન્ટ્રી થઈ છે. તે રાણી સાથે પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે.
જાનકી બોડીવાલાએ અગાઉ અજય દેવગણની 'શૈતાન' ફિલ્મમાં કામ કર્યું હતું. તેમાં તેની ભૂમિકાની પ્રશંસા થઈ હતી. આ ફિલ્મ મૂળ ગુજરાતી 'વશ' પરથી બની હતી અને તેની હિન્દી રીમેક વખતે જાનકીને પણ રીપિટ કરાઈ હતી.
રાણી મુખર્જીની 'મર્દાની ' ૨૦૧૪માં રીલિઝ થઈ હતી. તે પછી પાંચ વર્ષ બાદ 'મર્દાની ટૂ' રીલિઝ થઈ હતી. બંને ભાગને સારો રિસ્પોન્સ મળ્યા બાદ હવે લાંબા સમય પછી 'મર્દાની થ્રી' બનવાની છે.