બેહિસાબી મિલકત કેસમાં જીએસટી માજી સુપરિન્ટેન્ડન્ટની સજા સસ્પેન્ડ
આવક કરતાં વધુ મિલકતના કેસમાં કોર્ટે જામીન આપ્યા
વિશેષ કોર્ટે આપેલી ચાર વર્ષની સાદી કેદની સજા સામેની અપીલ પર ૧૮મી નવેમ્બરે સુનાવણી
મુંબઈ : રૃ. ૧.૨૦ કરોડની બેહિસાબી મિલકતના કેસમાં ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ના માજી સપરિન્ટેન્ડન્ટની સજા બોમ્બે હાઈ કોર્ટે સસ્પેન્ડ કરી છે. અધિકારીને ગયા સપ્તાહે ચાર વર્ષની સાદી કેદની સજા સંભળાવવામાં આવી હતી. પ્રસિદ્ધ દુબે (૬૬) નામના આ અધિકારીને રૃ. ૧૫૦૦૦ના પર્સનલ બોન્ડ પર જામીન અપાયા છે.
વેકેશન જજ ન્યા.શર્મિલા દેશમુખે સીબીઆઈ કોર્ટે આપેલી સજા સામે દુબેની અપીલની સુનાવણી કરી હતી. સુનાવણી દરમ્યાન દુબેએ જામીન માગ્યા હતા. તેમના વકિલે દલીલ કરી હતી કે તેમની ક્યારેય ધરપકડ થઈ નથી અને જામીન પર જ રહ્યા છે.
હાઈકોર્ટે દુબેને જામીન આપીને સુનાવણી ૧૮ નવેમ્બર પર રાખી છે. સીબીઆઈએ ફેબુ્રઆરી ૨૦૧૮માં બેહિસાબી સંપત્તિને મામલે દંપતી સામે કેસ કર્યો હતો. સપરિન્ટેન્ડન્ટ તરીકે કામ કરતા ત્યારે દુબે પાસે જૂન ૧૯૯૪થી ફેબ્રઆરી ૨૦૧૮ સુધી પગારના જાણીતા સ્રોત કરતા ંવધુ મિલકત હોવાનો આરોપ છે. સરકારી પક્ષે દાવો કર્યો હતો કે દુબેની પત્નીના નામે મિલકત પ્રાપ્ત કરાઈ છે.
દુબેએ દાવો કર્યો હતો કે વિમલાની મિલકતમાં પોતાનું યોગદાન નથી. વિમનાના પોતાના આવકના સાધનો છે. આથી બંને સાથે રહેતા હોવાથી પત્નીએ પોતાના નામે મિલકત ખરીદી હોવાનું કહી શકાય નહીં. સીબીઆઈએ દલીલ કરી હતી કે વિમલાની સ્વાયત્ત આવક છે પણ તેનાથી આ મિલકત ખરીદી શકાય નહીં.