નકલી કંપનીના દસ્તાવેજો રજૂ કરી જીએસટીની ચોરીનું રેકેટ

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
નકલી કંપનીના દસ્તાવેજો રજૂ કરી જીએસટીની ચોરીનું રેકેટ 1 - image


કંપનીનાં સ્ટેમ્પ, બિલ સહિતના  દસ્તાવેજો બનાવ્યા

કાશીમીરા પોલીસ દ્વારા ત્રણ ભેજાબાજો સામે ગુનો દાખલ કરી એકની ધરપકડ 

મુંબઈ :  કાશીમીરા પોલીસે જીએસટી થી બચવા નકલી પેઢીઓ બનાવીને નકલી સ્ટેમ્પ અને નકલી બિલ બનાવીને સરકાર ના પૈસા ડુબાડવા બદલ ત્રણ જણા સામે કેસ કર્યો છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ે નાણાકીય લાભ માટે સાઇ લોજિસ્ટિક્સ જેવી અસ્તિત્વમાં ન હોય તેવી વિવિધ કંપનીઓના નામે નકલી સ્ટેમ્પ્સ, નકલી બિલો, રસીદો બનાવવામાં  આવતા હતા.

આરોપીઓએ આ રીતે સરકારના જીએસટી ની છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબત માં પોલીસ ફરિયાદી બની હતી. પોલીસની ફરિયાદના આધારે પોલીસે શુક્રવારે આશુરામ સમર્થરામ રબારી, નાનજીરામ લખરામ રબારી અને પ્રવીણકુમાર રબારી (રહે. ડી/૩. અપના ઘર ફેઝ ૨, મીરા રોડ) સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આશુરામ રબારી (૨૫)ની ધરપકડ કરી છે.



Google NewsGoogle News