ચંદા અને દીપક કોચરની ધરપકડમાં સીબીઆઈ દ્વારા સત્તાનો ઘોર દુરુપયોગ

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
ચંદા અને દીપક કોચરની ધરપકડમાં સીબીઆઈ દ્વારા સત્તાનો ઘોર   દુરુપયોગ 1 - image


સીબીઆઈનું પગલું મનસ્વી અને કાયદાના અનાદર સમાન

ફરિયાદના 3 વર્ષ સુધી કોઈ સમન્સ નહીં, પૂછપરછ માટે  નિયમિત હાજરી છતાં  તપાસમાં અસહકારનું ખોટું બહાનું :   જામીન આપતા ચુકાદામાં  ઝાટકણી

મુંબઇ :  લોન છેતરપિંડી કેસમાં આઇસીઆઇસીઆઇ બેન્કના ભૂતપૂર્વ મેનેજિગ ડિરેકટર અને ચીફ એક્સેક્યુટિવ ઓફિસર (સીઇઓ) ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની સીબીઆઇ દ્વારા કરાયેલી ધરપકડનું પગલું સત્તાને દુરુપયોગ  હતો તેવું બોમ્બે હાઇકોર્ટે કહ્યું છે. અદાલતે ચંદા કોચરને અપાયેલા જામીન અગાઉ ગત તા છઠ્ઠીએ બહાલ કર્યા હતા. હવે હાઈકોર્ટનો વિસ્તૃત ચુકાદો ઉપલબ્ધ કરાવાયો છે. તેમાં અદાલતે સીબીઆઈની અતિશય આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતાં જણાવ્યું છે કે સીબીઆઈએ કાયદાની પ્રક્રિયાનો અનાદર કરીને તથા મનસ્વી રીતે કાર્યવાહી કરી છે.

ચંદા અને દીપક કોચરની ધરપકડ કરવાનો નિર્ણય પાછળ પૂરતાં  કારણો અથવા સંબંધિત સામગ્રી  (દસ્તાવેજો વિગેરે)  ઉપલબ્ધ હતાં હતા તેવું બતાવવામાં સીબીઆઇ નિષ્ફળ ગઇ છે તેવું કોર્ટે કહ્યું હતું. બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ અનુજા પ્રભુદેસાઇ અને જસ્ટિસ એન આર બોરકરની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે 'આવા કોઇ  નક્કર કારણ વિનાની ધરપકડ બિલકૂલ ગેરકાયદેસર છે. બેન્ચે જણાવ્યું હતું  કે ે કોઇ પણ નક્કર કારણો વગર અને કાયદાની પ્રક્રિયાના સન્માન  કર્યા વગર એમ જ ધરપકડ કરવી સત્તાના દુરુપયોગ સમાન છે.'

ગત તા. છઠ્ઠી ફેબુ્રઆરીએ હાઇકોર્ટે એક ચુકાદો આપીને કોચર દંપતિની ધરપકડને ગેરકાયદેસર ગણાવી હતી. આ ચુકાદાની વિસ્તૃત વિગતો હવે ઉપલબ્ધ કરાવાઈ છે. આ ચુકાદામાં હાઈકોર્ટને અગાઉ ગત જાન્યુઆરીમાં ચંદા કોચરને અપાયેલા વચગાળાના જામીનને બહાલ કર્યા હતા. 

વીડિયો કોન-આઇસીઆઇસીઆઇ બેન્ક લોન કેસમાં સીબીઆઇએ કોચર દંપતિની  ૨૦૨૨ની ૨૩મી ડિસેમ્બરે  ે ધરપકડ કરી હતી. તેમણે હાઇકોર્ટમાં ધા નાખી હતી અને વચગાળાના આદેશ દ્વારા જામીન આપવાની  વિનંતી કરી હતી.  નવમી જાન્યુઆરી ૨૦૨૩ તારીખે એક વચગાળાના આદેશમાં હાઇકોર્ટે કોચર દંપતિને જામીન આપ્યા હતા સીબીઆઇએ  ધરપકડ નક્કર કારણો વગર કરી હતી તેવી નોંધ હાઇકોર્ટે કરી હતી.

સીબીઆઈએ એવી દલીલ કરી હતી કે કોચર દંપતિ દ્વારા તપાસમાં સહકાર આપવામાં આવતો નથી. જોકે, હાઈકોર્ટે આ દલીલ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. અદાલતે જણાવ્યું હતુ ંકે આરોપીઓને પૂછપરછ દરમિયાન મૌન જાળવી રાખવાનો અધિકાર હોય છે. 

સીબીઆઈએ વીડિયોકોન ઈન્ટરનેશલન ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, વીડિયોકોન ઈન્ટરનેશનલ વીડિયો કોન જૂથના વેણુગોપાલ ધૂત ઉપરાં દીપક કોચર દ્વારા સંચાલિત  સુપ્રીમ એનર્જી તથા ન્યૂપાવર રિન્યએબલ એનર્જીને છેંતરપિંડી તથા ભ્રષ્ચારા નિવારણ અધિનિયમની જોગવાઈઓએ હેઠળ આરોપી તરીકે દર્શાવ્યા હતા.  એજન્સીએ તેની એફઆઈઆરમાં મુખ્યત્વે એવો આરોપ મુક્યો હતો કે આરોપીઓએ ગુન્હાઈત કાવતરું રચીને આ કંપનીઓને ધારાધોરણોથી વિરુદ્ધ રીતે ૩૨૫૦ કરોડની લોન ઉપલબ્ધ કરાવી હતી.  

સીબીઆઈએ વેણુગોપાલ ધૂતની પણ ધરપકડ કરી હતી. જોકે, તેમને જાન્યુઆરી ૨૦૨૩ના  એક ચુકાદામાં વચગાળાના જામીન અપાયા હતા. 

નક્કર કારણ વગર મનફાવે તે રીતે ધરપકડ કરી ન શકાય તે માટે સીઆર પીસી (ક્રિમિનલ પ્રોસીજર કોડ)ના ૪૧એ સેકશન ઉમેરવામાં આવ્યું હતું તેવું ખંડપીઠે છઠ્ઠી ફેબુ્રઆરીના ઓર્ડરમાં કહ્યું હતું. પૂછપરછ માટે પોલીસની નોટિસ પ્રાપ્ત કરનાર આરોપી હાજર થઇ જાય તો  ૪૧એ સેકશનની જોગવાઇ આરોપીની ધરપકડ કરવાની સત્તા પર નિયંત્રણ લાદે છે. ધરપકડ કરવી જરુરી છે તેવો પોલીસનો અભિપ્રાય છે તે પછી  જ ધરપકડ કરી શકાય છે તેવું ૪૧ એ સેકશન કહે છે તેવું બેન્ચે કહ્યું હતું.

કોચર દંપતિ સામેની એફઆઇઆર ૨૦૧૯માં નોંધવામાં આવી હતી પણ તેમને પૂછપરછ માટે ૨૦૨૨માં બોલાવવામાં આવ્યા હતા જૂન ૨૦૨૨ પછી કોચર દંપતિ સીબીઆઇ સમક્ષ હાજર થઇ રહ્યા છે તેવું બન્ચે કહ્યું હતું. આ ગુનો બહુ ગંભીર હોવા છતાં સીબીઆઈએ ફરિયાદ દાખલ કરાયાના ત્રણ-ત્રણ વર્ષ સુધી આરોપીઓની પૂછપરછ કરવાની કે સમન્સ આપવાની પણ દરકાર લીધી ન હતી.  તે પછી જુન ૨૦૨૨થી જ્યારે પણ કોચર દંપતીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યાં હતાં ત્યારે દર વખતે સેકશન ૪૧ હેઠળ અપાયેલાં સમન્સને અનુસરીને તેઓ દર વખતે પૂછપરછ માટે અચૂક હાજર રહ્યાં છે. આમ તપાસમાં અસહકારની દલીલનો છેદ ઉડી જાય છે.



Google NewsGoogle News