Get The App

મહારાષ્ટ્રના સ્મશાનોમાં લાકડાંને બદલે છાણાં વપરાશે

Updated: Sep 24th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રના સ્મશાનોમાં લાકડાંને બદલે છાણાં વપરાશે 1 - image


લાકડાંનો વપરાશ બંધ કરવા માનવહક્ક પંચમાં અરજી

છાણાનો ખર્ચ, ઉપલબ્ધતા અને પર્યાવરણ પર અસર બાબતે અભ્યાસ માટે એક જૂથને કામગીરી સોંપાઈ

મુંબઈ :  મહારાષ્ટ્રના સ્મશાનોમાં ટૂંક સમયમાં મૃતદેહોને બાળવા લાકડાને સ્થાને ગાયના ગોબરના છાણાં વાપરવામાં આવશે. જોકે રાજ્ય સરકારે છાણાં વાપરવા ખર્ચ, ઉપલબ્ધતા અને પર્યાવરણ પર તેની અસર ઉપર અભ્યાસ કરવાનું એક જૂથને કામ સોંપ્યું છે. આ અભ્યાસ જૂથના તારણો મળ્યા બાદ જ સરકાર તરફથી આખરી પરવાનગી મળશે.

જૂનમાં રાજ્ય સરકારે મૃતકોના અધિકારોનું રક્ષણ કરવા પાલિકાની માટે પ્રમાણભૂત ઓપરેટીંગ પ્રક્રિયાની (એસઓપી) રચનાનું મૂલ્યાંકન કરવા માટે મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન માટેના રાજ્ય કમિશનરની આગેવાનીમાં એક અભ્યાસક ગુ્રપની રચના કરી હતી. આજ અભ્યાસ જૂથ હવે લાકડાના વિકલ્પ તરીકે સ્મશાનગૃહોમાં છાણાંના ઉપયોગ ઉપર સંશોધન કરશે. જેમાં છાણાંનો ખર્ચ, પ્રાપ્યતા,  તેના ઉપયોગથી પર્યાવરણ ઉપર થનારી અસર, સામાજિક અસર, કાનૂની જોગવાઈઓ અને ન્યાયિક આદેશો વગેરે બાબતો પર વિચાર- વિમર્શ કરવામાં આવશે. તેવું રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે.

બળતણ તરીકે લાકડાને નાબૂદ કરવાનો મામલો રાજ્ય માનવ અધિકાર પંચ સમક્ષ  ચાલી રહ્યો છે. ઉપરાંત રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ દ્વારા એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે, જેનું કથિત-પણે પાલન થતું નથી. સ્ટડી ગુ્રપની રચના તમામ મુદ્દાઓની  સમીક્ષા કરીને એસઓપી બનાવવા કરાઈ હતી. દરમિયાન ગત વર્ષે જાહેર થયેલા રાજ્ય વસતી ગણતરીના અહેવાલ પ્રમાણે વર્ષ ૨૦૨૩ સુધી રાજ્યમાં પશુઓની સંખ્યા અંદાજે ૯૪ લાખ હતી. સ્મશાનોમાં છાણાંની ઉપલબ્ધતાનું મૂલ્યાંકનકરતી વખતે સ્ટડી ગુ્રપ આ અંગે વિચાર કરી શકશે.



Google NewsGoogle News