Get The App

ગુટકા માફિયા સામે સરકાર તવાઈ લાવેઃ હાઈકોર્ટમાં પીઆઈએલ

Updated: Dec 28th, 2022


Google NewsGoogle News
ગુટકા માફિયા સામે સરકાર તવાઈ લાવેઃ હાઈકોર્ટમાં પીઆઈએલ 1 - image


સરકારી એજન્સીઓ ગુટકાના વેપારમાં મદદગારી કરે છે

ગુટવા વેચાણ અટકાવવા સહિતની સર્વગ્રાહી કાર્યવાહી માટે એસઆઈટી રચવાનો સરકારને અઆદેશ આપવાની માંગ

 મુંબઈ :  મહારાષ્ટ્રમાં ગુટકા, પાન મસાલા, સુગંધી સોપારી અને ફ્લેવરવાળા તંબાકુના વેચાણને અટકાવવા તેમ જ ગુટકા માફિયા પર તવાઈ શરૃ કરવા વિશેષ તપાસ ટીમ  (એસઆઈટી) રચવાનો સરકારને નિર્દેશ ઈચ્છતી જનહિત અરજી પત્રકાર તેમ જ કાર્યકર્તાએ હાઈ કોર્ટમાં કરી છે.

વસઈના રહેવાસી અરજદાર ધર્મેન્દ્ર નિગમ ે આ વસ્તુઓના વેચાણ પર પ્રતિંબંધ નહીં લાદીને આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું કરાઈ રહ્યું છે અને આથી બંધારણની કલમ ૨૧નો ભઁગ થાય છે.

અરજીમાં રાજ્ય સરકાર, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, આરોગ્ય પ્રધાન ડો. તાનાજી સાવંત, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પ્રધાન સંજય રાઠોડ, મુખ્ય સચિવ, ડિરેક્ટર નજરલ ઓફ પોલીસ, મુંબઈ પોલીસ કમિશનર અને એફડીએના કમિશનરને  પ્રતિવાદી બનાવાયા છે.

આ પદાર્થોના વેચાણને લીધે આરોગ્ય કથળે છે અને રાજ્યમાં કેન્સરના કેસ ચિંતાજનર રીતે વધી રહ્યા છે.  વધુમાં સરકારી યંત્રણાઓ પ્રતિબંધિત ઉત્પાદનોના વેચાણ અને વિતરણને સંગઠીત માફિયા મારફત મદદ કરી રહી છે. 

તંબકુ એક માત્ર એવું સેવનીય ઉત્પાદન છે જેના કોઈ લાભ નથી પણ મૃત્યુ અને બીમારી નોતરે છે. ફેફસાં અને મોઠાના ૯૦ ટકા કેન્સર તંબાકુથી થાય છે. તંબાકુથી થતી બીમારીની યાદી ઘણી લાંબી છે જેમાં હૃદયરોગ, બ્રોન્કાઈટીસ, અસ્થમા, નપુસંકતા, જન્મથી આવતી ખામી અને વૃદ્ધિમાં અવરોધ જેવી બીમારીનો સમાવેશ થાય છે.

તંબાુકમાં ૭૦૦થી વધુ હાનિકારક રસાયણો કે ટોક્સિન આવેલા છે અને ૬૯ કાર્સિનોજીન્સ છે જેમા ંનિકોટિન, ટાર અને અન્ય રેડિયોએક્ટિવ કોમ્પોનન્ટનો સમાવેષ છે. ધૂમાડા રહિત તંબાકુ વધુ હાનિકારક છે જેમાં ૩૦૦૦ કેમિકલ આવેલા છે અને તેનાથી કેન્સર થાય છે. 

ટોબેકો કન્ટ્રોલ ઈન ઈન્ડિયા, સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્સન યુએસએ અને વર્લ્ડ હલ્થ ઓર્ગનાઈઝેશનના  સંયુક્ત અહેવાલમાં નોંધાયું છે અને અંદાજ બતાવ્યો છે કે તંબાકુ વિશ્વના અનેક વિસ્તારોમાં આરોગ્ય સામોનો ગંભીર પડકાર છે. આ બાબતાનો પણ અરજીમાં ઉલ્લેખ કરાયો છે. 


Google NewsGoogle News