સુનીલ કેદારની જામીન અરજી પર જવાબ નોંધાવવા સરકારને આદેશ

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
સુનીલ કેદારની જામીન અરજી પર જવાબ નોંધાવવા સરકારને આદેશ 1 - image


સેશન્સ કોર્ટે અરજી ફગાવતાં અપીલ

પાંચ વર્ષની કેદ બાદ ધારાસભ્યપદ ગુમાવનારા કેદારની અરજી પર નવમીએ સુનાવણી

મુંબઈ :   નાગપુર સેન્ટ્રલ કોઓપરેટિવ બેન્ક (એનડીસીસી) કૌભાંડ પ્રકરણે થયેલી સજા બાદ માજી પ્રધાન સુનીલ કેદારે કરેલી જામીન અરજીનો જવાબ નોંધાવવા હાઈ કોર્ટે સરકારને નિર્દેશ આપીને નવમી જાન્યુઆરીએ સુનાવણી રાખી છે.

જિલ્લા સેશન્સ કોર્ટે  જામીન, સજા અને કસૂરવાર ઠેરવવાના આદેશને સ્થગિતીની વિનંતીની અરજી ૩૦ ડિસેમ્બરે ફગાવતાં કેદારી હાઈ કોર્ટમાં અરજી કરી હતી. હાઈ કોર્ટમાં કેદારે માત્ર સજાના સસ્પેન્શન અને જામીન માટે અરજી કરી છે. આજની સુનાવણીમાં કોર્ટે સરકારને નોટિસ આપીને શનિવાર સુધીમાં જવાબ નોંધાવવા જણાવીને સુનાવણી નવ જાન્યુઆરી પર રાખી છે.

કેદારના વકિલને રજૂઆત કરવા સમય મળે એ માટે સુનાવણી પૂર્વે જ જવાબની નકલ સોંપવી, એમ જણાવ્યું હતું.

એનડીસીસી બેન્ક કૌભાંડમાં દોષિત જણાતાં ૨૨ ડિસેમ્બરે કોર્ટે કેદાર સહિત છ જણને પાંચ વર્ષની સખત કેદ અને ૧૨.૫૦ લાખનો દંડ ફટકાર્યો હતો. આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી. કેદાર સિવાય અન્ય આરોપીઓની દંડની રકમ જમા કરી નથી. આથી કેદારની અરજી પર જ સુનાવણી થઈ હતી. બાકીનાની અરજી પર આવતીકાલે સુનાવણી અપેક્ષીત છે.



Google NewsGoogle News