Get The App

મરાઠી પરિવાર પર હુમલાના કેસમાં સરકારી અધિકારીનું ખાનગી વાહન જપ્ત

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
મરાઠી પરિવાર પર હુમલાના કેસમાં સરકારી અધિકારીનું ખાનગી વાહન જપ્ત 1 - image


- લાપરવાહી બદલ પોલીસ સામે કાર્યવહી થશેઃ ડીસીપી

- નિયમબાહ્ય અંબર બત્તીનો ઉપયોગ, પીયુસી, વાહન વીમો ન હોવાથી  કાર્યવાહીઃ ગુનાહિત રેકોર્ડ ધરાવતા કુલ છની ધરપકડ વધુને પકડવા બે ટીમ રચાઈ

મુંબઈ : કલ્યાણમાં આવેલી અજમેરા હાઈટ્સ સોસાયટીમાં નજીવી બાબતે થયેલી પાડોશીઓની તકરારમાં મરાઠી પરિવાર પર થયેલા હુમલા પ્રકરણે મહારાષ્ટ્ર પર્યટન વિકાસ મહામંડળના અધિકારી અખિલેશ શુક્લાના ખાનગી વાહનને ઉપપ્રાદેશિક પરિવહન અધિકારી આશુતોષ બારકુલની ટીમે શુક્રવારે જપ્ત કર્યું છે. અંબર બત્તીનો વાપર કરવાનો અધિકાર નહોવા છતાં શુક્લાએ બત્તીનો ઉપયોગ કતરવા બદલ નવ હજાર પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં અવાયો હોવાની માહિતી અધિકારી બારકુલે આપી હતી. 

વાહનનો વીમો પૂરો થયો છે. વાહનનું પીયુસી પૂરું થતાં ગત ચાર વર્ષથી ખાનગી વાહન મહારાષ્ટ્ર સરકારનું ફલક લગાવીને રસ્તા પર ચલાવાતું હતું. વાહનની અંદરની બાજુએ અંબર બત્તી રાખવામાં આવી હતી. આ બત્તીનો ઉપયોગ કોણે કરવો એના કેન્દ્રીય પરિવહન વિભાગના નિયમ છે. તેનો ભંગ  પર્યટન વિકાસ મહામંડળના શાસકીય અધિકારી શુક્લાએ કર્યો છે. આથી કલ્યાણ ઉપપ્રાદેશિક પરિવહન અધિકારી બારકુલના માર્ગદર્શન હેઠળ મોટર વ્હીકલ નિરીક્ષક પ્રિયંકા ટપળેની ટુકડીએ શુક્લાના ખાનગી વાહન અને અંબર બત્તી જપ્ત કરવામાં આવ્યા છે.

દરમ્યાન પોલીસની વિશેષ ટીમે શુક્રવારે દિવસ દરમ્યાન બે જણને તાબામાં લીધા હતા. ગુના સંદર્ભે મંત્રાલયના અધિકારી અખિલેશ શુક્લાએ સુક્રવારે પોતાની બાજુ માંડતો વિડિયો ક્લિપ સોશ્યલ મીડિયા પર મૂકી હતી. વિડિયોને આધારે પોલીસે શુક્લાને ટિટવાલા-શહાડ વિસ્તારમાંથી તાબામાં લીધો હતો. 

ગુનો દાખલ કરતી વખતે ઢીલ કરનારા પોલીસ અધિકારી, કર્મચારીની સહાયક પોલીસ કમિશનરે તપાસ કરી રહ્યા છે. આ કેસમાં દોષિત ઠરશે તો તેમની સામે કાર્યવાહી કરાશે અમે ડેપ્યુટી કમિશનર ઝેંડેએ મીડિયાને જણાવ્યું હતું.

શુક્લા દંપતી ઉપરાંત સુમિત જાધવ , રંગા ઉર્ફ દર્શન બોરાડ , પાર્થ જાધવ અને વિવેક જાધવને પોલીસે તાબામાં લીધા છે. આ ચારે જણ દેશમુખ પર હુમલો કરનારા દસ જણની ટોળકીમાંના છે. સુમિત અને રંગા સામે મહાત્મા ફૂલે પોલીસ સ્ટેશનમાં આ પૂર્વે પણ ગુનાની નોંધ છે. છએ છ જણને કોર્ટે છ દિવસની પોલીસ કસ્ટડી આપી છે.  આરોપીનું વકાલતનામું નહીં લેવાનો મરાઠી વકિલે ઈનકાર કર્યો હતો. વધુ ચાર ટીમ તૈયાર કરીને બાકીનાની શોધ શરૂ કરી છે. ગુનાના સ્વરૂપ અને તપાસમાં મળનારી માહિતીને આધારે નવી કલમો લાગુ કરાશે, એમ ઝેંેડેએ જણાવ્યું હતુ.

દોષિતો પર કડક કાર્યવાહી કરવાની માગણી અજમેરા કોમ્પ્લેક્સ, યોગીધામ વેપારી સંગઠન, પરિસરના નાગરિકસ મનસે, શિવસેના (યુબીટી) વગેરેએ ઝેંડે સમક્ષ કરી છે. અન્યથા શિવસેના તરફથી આંદોલન કરાશે એવી ચિમકી શિવસેના (યુબીટી)ના ઉપનેતા વિજય સાળવેએ પોલીસને આપી છે.


Google NewsGoogle News