Get The App

સરકારી કર્મચારીઓએ પાડેલી હડતાલ ગણતરીના કલાકમાં પાછી ખેંચી

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
સરકારી કર્મચારીઓએ પાડેલી હડતાલ ગણતરીના કલાકમાં પાછી ખેંચી 1 - image


જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી સાથે

મહાયુતી સરકારે માગણી સ્વીકારેશે એવી ખાતરી આપતા તલવાર મ્યાન કરી

મુંબઇ :  જૂની પેન્શન સહિત ૧૮ માગણીઓ સાથે આજે હડતાલ શરૃ કરી ચૂકેલા સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓએ ગણતરીના કલાકોમાં હડતાળ પાછી ખેંચી લીધી હતી. તેમની માગણી સ્વીકારાશે. મહાયુતિ સરકારે ખાતરી ઉચ્ચારતા હડતાલ માંડી વાળવામાં આવી હતી. જોકે અત્યારે હડતાળને આગામી બજેટ સત્ર સુધી સ્થગિત રાખી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

રાજ્ય સરકારી, અર્ધસરકારી, શિક્ષકો, આરોગ્ય સેવા સંકલન સમિતિ દ્વારા ૧૭ લાખ કર્મચારીઓ જૂની પેન્શન લાગુ કરવાની માગણી સાથે મહારાષ્ટ્રમાં રાજવ્યાપી હડતાળ શરૃ કરી હતી.

આ હડતાળના કારણે આરોગ્ય સેવા ખોરવાઈ હતી. નાશિક જિલ્લાની તમામ ગ્રામ્ય હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલો, શાળા સહિત વિવિધ સરકારી-અર્ધસરકારી ઓફિસોમાં કામકાજ ખોરવાઈ ગયું હતું. હડતાળમાં ૧૭ લાખ કર્મચારીઓએ ભાગ લીધો હતો.

હડતાળને લીધે કામકાજ ઠપ્પ થતાં આજે વિધાનસભામાં રાજ્ય મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ હડતાળિયા કર્મચારીઓને હડતાળ પાંછી ખેંચવાની અપીલ કરી હતી. સરકાર જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સકારાત્મક છે. ૩૧ મે ૨૦૦૫ પહેલા જાહેરાત અને સુચિત કરાયેલા પદો અને નિમણૂકોની પેન્શનની ચૂકવણી માટેની દરખાસ્ત કેબિનેટ સમક્ષ મંજૂરી માટે મૂકવામાં આવશે.

આ સિવાય રાજ્યના અધિકારીઓ અને કર્મચારીઓને જૂની સેવા પેન્શન યોજના લાગુ કરવા અંગે નિમાયેલી સમિતિનો અહેવાલ ગયા અઠવાડિયે મળ્યો છે. તેનો અભ્યાસ કરવાની સુચના આપવામાં આવી છે. તે અંગેનો અભિપ્રાય મુખ્ય સચિવ મારફતે સરકારને રજૂ કરવામાં આવશે. સરકાર મૂળભૂત સિદ્ધાંત પર અડગ છે. જૂની પેન્શન યોજના મુજબ નિવૃત્ત થતાં કર્મચારીઓની નાણાકીય અને સામાજિક સુરક્ષા યોગ્ય રીતે જાળવવામાં આવશે. સરકાર દ્વારા પ્રાપ્ત અહેવાલ અને તેની ચર્ચા અને અંતિમ નિર્ણય આ સિદ્ધાંત સાથે સુસંગત રહેશે. તેથી મુખ્ય પ્રધાને અધિકારીઓ અને કર્મચારીઓને હડતાળ પાછી ખેંચી લેવાની અપીલ કરી હતી અને ખાતરી આપી હતી કે આ અહેવાલ પર અંતિમ નિર્ણય આગામી બજેટ સત્ર ૨૦૨૪માં લેવામાં આવશે, એમ એકનાશ શિંદેએ જણાવ્યું હતું.



Google NewsGoogle News