મુંબઇ એરપોર્ટ પર રૃા.13.56 કરોડનું સોનું જપ્ત : 11 પ્રવાસીની ધરપકડ
મહિલાએ બુરખામાં સોનાના આભૂષણો સંતાડયાં હતાં
અંડર ગારમેન્ટ, કાર્ડબોર્ડની શીટ, શરીરના પ્રાઇવેટ પાર્ટમાં સંતાડાયેલું સોનું જપ્તઃમુંબઈ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો સિલસિલો
મુંબઇ : મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે જુદી જુદી ઘટનાઓમાં પ્રવાસીઓ દ્વારા ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલું રૃા.૧૩.૫૬ કરોડની કિંમતનું ૨૨.૧૪ કિલો સોનું કબજે કર્યું છે, એમ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.
છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શુક્રવાર અને રવિવાર વચ્ચે કાર્યવાહી દરમિયાન સોનાની દાણચોરીના ૨૦ કેસમાં ૧૧ પ્રવાસીની ધરપકડ કરવામાં આવી હતી.
એક ઓફિસરે કહ્યું હતું કે પેસેન્જર્સ દ્વારા અન્ડરગાર્મેન્ટ, કાર્ડબોર્ડની શીટ, પ્રાઇવેટ પાર્ટમાં સોનું સંતાડવામાં આવ્યું હતું.
એક કેસમાં મહિલા પ્રવાસી દ્વારા પહેરવામાં આવેલા બુરખામાં સોનાના દાગીના રાખવામાં આવ્યા હતા. આ સિવાય બંગડીઓ અને બેલ્ટના બકલના સ્વરૃપમાં પણ સોનાની દાણચોરી કરવામાં આવી હતી. જ્યારે પ્રાઇવેટ પાર્ટમાં ઝીણના સ્વરૃપમાં સોનું સંતાડનારા પ્રવાસીને પણ ઝડપી લેવામાં આવ્યો હતો.
ુબઇથી આવેલા એક પ્રવાસીને કસ્ટમ્સ વિભાગના આધિકારીએ અટકાવ્યો હતો. તેની પાસેથી તપાસ રમિયાન સોનાની ૪૪ લગડીઓ મળી હતી. આરોપી પાસેથી કુલ ૫૧૨૭ ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. એની કિંમત રૃા.૩.૨૪ કરોડ છે આ મામલામાં આરોપી પ્રવાસીની ધરપકડ કરાઇ હતી.
અન્ય એક ઓપરેશનમાં કેન્યાની ત્રણ મહિલાઓને એરપોર્ટ પર રોકવામાં આવી હતી. તેમની પાસે ૪ કિલો ૪૮૩ ગ્રામ વજનની સોનાની ૩૩ લગડી મળી હતી.