Get The App

ન્યૂ યર માટે ગોવાની એર ટિકિટના ભાવ ડબલ, શ્રીનગરના 4 ગણા

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
ન્યૂ યર માટે ગોવાની એર ટિકિટના ભાવ ડબલ, શ્રીનગરના 4 ગણા 1 - image


ડિસેમ્બર એન્ડના રશનો લાભ લઈ વિમાની કંપનીઓએ ભાડાં વધાર્યાં

મુંબઈથી ગોવાના 7 હજાર તો શ્રીનગર લેહના 21 હજાર, રણપ્રદેશનું પર્યટન વિકસતાં જેસલમેર, ઉદયપુરની ટિકીટો પણ મોંઘી થઈ

મુંબઈ :  ડિસેમ્બરના છેલ્લાં અઠવાડિયામાં જો હિમાચ્છાદિત શિખરોની વચ્ચે વેકેશન ગાળવાની ઇચ્છા હોય તો વિમાનપ્રવાસ માટે ૨૧ હજાર કે તેથી વધુનો ખર્ચ કરવાની તૈયારી રાખવી પડશે. વેકેશનગાળાને લીધે મુંબઈથી શ્રીનગર, લેહ માટેના ટિકીટદરમાં ચાર ગણો વધારો થયો છે. 

ડિસેમ્બર આમ તો પર્યટનનો મહિનો ગણાય છે. મહિનાના અંતમાં સ્કૂલોમાં ક્રિસમસની રજા આવતાં લોકો જમ્મુ-કશ્મિર, લેહ-લદાખ, હિમાચલ પ્રદેશ તેમજ દક્ષિણમાં કેરળમાં મિત્ર-પરિવાર સાથે પ્રવાસ કરવાનું પસંદ કરતાં હોય છે. આથી આ વિસ્તારોમાં પર્યટકોની ભીડ જામતી હોય છે. મુંબઈથી ગોવા જનારાઓની સંખ્યા પણ વધુ હોય છે. આથી આ માર્ગની ફ્લાઈટની ટિકીટ પણ મોંઘી થઈ છે. ડિસેમ્બર ગોવા માટે 'કાર્નિવલ' મહિનો ગણાય છે. મુખ્યત્વે છેલ્લાં અઠવાડિયામાં લોકોના ટોળેટોળાં ગોવામાં ઉમટતાં હોય છે. આથી નાતાળ પૂર્વે ૨૩ અને ૨૪ ડિસેમ્બર તેમજ ૩૦ અને ૩૧ ડિસેમ્બરના રોજ મુંબઈથી ગોવાની ટિકીટના દર ૭૭૦૦ રુપિયા સુધી પહોંચ્યા છે. જે સામાન્યપણે ૩૪૦૦ની આસપાસ હોય છે. 

ઉત્તર તરફ જવાનો વિચાર હોય તો મુંબઈથી શ્રીનગર, લેહ માટે ૨૧ હજાર તો જમ્મુ માટે ટિકીટના ભાવ ૧૧ હજાર સુધી પહોંચ્યાં છે. જ્યારે મુંબઈથી ધર્મશાળાની ટિકીટ ૧૯ હજાર રુપિયા સુધી પહોંચી છે. મુંબઈથી લેહ કે શ્રીનગરની ટિકીટ મોંઘી હોય તો પર્યટકો દિલ્હી સુધી ટ્રેન અને દિલ્હીથી આગળનો પ્રવાસ ફ્લાઈટમાં કરતાં હોય છે. આથી ડિસેમ્બરના અંતમાં દિલ્હી-લેહ ટિકીટના દર સરેરાશ ત્રણ હજાર રુપિયાને બદલે સાત હજાર તો દિલ્હી-શ્રીનગરના વિમાનદર ૧૨ હજાર રુપિયા સુધી પહોંચ્યાં છે. છેલ્લાં કેટલાંક વર્ષમાં શિયાળામાં રણપ્રદેશના પર્યટનમાં પણ વધારો જોવા મળ્યો છે. તેને પરિણામે મુંબઈ-જૈસલમેરની ટિકીટ ૨૬ હજાર રુપિયા સુધી પહોંચી ગઈ છે. જે સામાન્યપણે ૧૫ હજારની અંદર હોય છે.  



Google NewsGoogle News