Get The App

અઢી કરોડ આપો , જિલ્લાના તમામ ઈવીએમ હેક કરી ધાર્યું રિઝલ્ટ મેળવી આપીશ

Updated: May 8th, 2024


Google NewsGoogle News
અઢી કરોડ આપો , જિલ્લાના તમામ ઈવીએમ હેક કરી ધાર્યું રિઝલ્ટ મેળવી આપીશ 1 - image


કાશ્મીરમાં ફરજ બજાવતા મહારાષ્ટ્રના સૈન્ય જવાનનું દેવું ઉતારવા પરાક્રમ

ઉદ્ધવ જૂથના  અંબાદાસ દાનવેએ પોલીસને જાણ કરતાં 1લાખ લેવા આવેલો જવાન રંગે હાથ ઝડપાયોઃ ઈવીએમની કોઈ ટેકનિકલ સમજ નથી

મુંબઇ :  અઢી કરોડ રુપિયા ચૂકવો તો જિલ્લાના તમામ ઈવીએમ હેક કરીશ આપીશ તેવો દાવો કરનારો સૈન્યનો એક જવાન રંગે હાથ ઝડપાયો હતો. તેણે ઉદ્ધવ જૂથના નેતા અંબાદાસ દાનવે સમક્ષ આવો દાવો કર્યો હતો. દાનવેએ પોલીસને જાણ કરતાં પોલીસે છટકું ગોઠવી એક લાખ રુપિયા લેવા આવેલા જવાનને ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછમાં જણાયું હતું કે આ જવાનને ઈવીએમની સાદી સમજ પણ નથી. તેના પર બહુ મોટું દેવું થઈ ગયું હોવાથી તેણે  તર્ક લડાવીને આ રીતે ફટાફટ પૈસા મેળવી લેવાનું વિચાર્યું હતું.  આરોપીની ઓળખ જમ્મુ અને કાશ્મીરમાં ફરજ બજાવતા મૂળ મહારાષ્ટ્રના જ જવાન મારુતિ ઢાકણે તરીકે થઈ છે. 

 વિધાન પરિષદના વિપક્ષના નેતા અંબાદાસ દાનવેને આરોપી ઢાકણેએ ફોન કરી જણાવ્યું હતું કે તે સંભાજીનગર જિલ્લાના તમામ ઇવીએમ મશીન હેક કરી  આપશે અને તેમનો જોઈએ તેવું રિઝલ્ટ લાવી આપશે. તેણે આ કામ માટે અઢી કરોડ રુપિયા માગ્યા હતા. 

 ાનવએ તેની વાતો પરછી ચેતી જઈ તરત જ  સંભાજીનગર પોલીસને જાણ કરી હતી. 

પોલીસે   છટકું ગોળટયું હતું. પોલીસની સૂચના મુજબ દાનવએ આરોપી સાથે વાત આગળ વધારી હતી. રકઝક બાદ દોઢ કરોડમાં ડીલ ફાઈનલ થઈ હતી અને આરોપીનેિ  એક લાખનની ટોકન રકમ લેવા બોલાવાયો હતો. 

આરોપી ઢાકણે મંગળવારે નક્કી કર્યા મુજબ પુણેની ગોલ્ડન હોટલમાં રોકડ સ્વીકારવા આવ્યો ત્યારે ત્યાં હાજર પોલીસે તેને ઝડપી લીધો હતો. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે મારુતિ ઢાંકણે અહમદનગર જિલ્લાના પાથર્ડીનો રહેવાસી છે અને સેનામાં હવાલદાર તરીકે જમ્મૂ- કાશ્મીરના ઉધમપુરમાં ફરજ બજાવે છે . દેવાંમાંથી છૂટવા માટે તેણે આ તિકડમ ચલાવ્યું હતું. 

આ બાબતે સંભાજીનગરના ક્રાંતિચોક પોલીસ મથકમાં આરોપી સામે આઇપીસીની કલમ ૪૨૦ અને ૫૧૧ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.



Google NewsGoogle News