Get The App

ફિલ્મ ઓડિશનના બહાને યુવતીના અશ્લીલ વીડિયોનું રેકેટઃ ત્રણની ધરપકડ

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
ફિલ્મ ઓડિશનના બહાને યુવતીના અશ્લીલ વીડિયોનું રેકેટઃ ત્રણની ધરપકડ 1 - image


અર્નાલાના રિસોર્ટમાં વીડિયો ઉતારી વેબસાઈટ પર અપલોડ કરાયો

૧૮ વર્ષની વસઈની યુવતીને ફિલ્મમાં કામ  માટે આવું શૂટ કરાવવુ ંપડશે તેમ કહી છેતરવાના કેસમાં મહિલાની પણ સંડોવણી

મીરા ભાયંદર: વિરારના અર્નાલ ખાતેની એક હોટલમાં ફિલ્મ માટે ઓડિશનના નામે વસઈની ૧૮ વર્ષની યુવતીનો નગ્ન વીડિયો ઉતારી લેવાયા બાદ તેને જુદી જુદી વેબસાઈટ્સ પર અપલોડ કરવાના કેસમાં એક મહિલા સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. 

તારીખ   પહેલી  નવેમ્બર ના રોજ સાંજે ૪ વાગ્યા થી ૧૧ વાગ્યા દરમિયાન અર્નાલાની  જેકે વિલા હોટેલ માટન ઇન  ખાતે બનેલી ઘટના ની ફરિયાદ ૧૨ ડિસેમ્બર ના રોજ, ૧૮ વર્ષની વયની મહિલા ફરિયાદીએ કરી હતી. 

ફરિયાદમાં મહિલા સહિત ત્રણ વ્યક્તિને આરોપી તરીકે દર્શાવાઈ હતી. આ ગેંગ દ્વારા યુવતીને જણાવાયું હતું કે ે તેણે ફિલ્મમાં અભિનય કરવા માટે ઓડિશન આપવું પડશે. ઓડિશન આપવાના બહાને આરોપીઓએ યુવતીનો નગ્ન વિડિયો ઉતારી વિવિધ ઇન્ટરનેટ વેબસાઇટ્સ પર પ્રદશત કર્યો હતો. અર્નાલા સાગરી પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે ફરિયાદ નોંધવામાં આવી હતી. 

પોલીસ વિભાગ ના વરિ અધિકારીઓએ આ ગુનાની ગંભીરતાથી નોંધ લઈ ગુનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૩ વિરારને સોંપવામાં આવી હતી.  ટેકનિકલ એનાલિસીસ અને ગોપનીય બાતમીદાર મારફત મળેલ બાતમી ના આધારે  વિરાર પૂર્વના ૩૦ વર્ષીય અનુજ કુમાર જયપ્રકાશ જયસ્વાલ તથા અનેય એક મહિલા આરોપીની ધરપકડ કરાઈ હતી. બાદમાં તા. ૧૭મીએ બદલાપુરના પચ્ચીસ વર્ષીય યુવક સરજુકુમાર રમાકાંત વિશ્વકર્માની ધરપકડ કરાઈ હતી. તેમના લેપટોપ, મોબાઈલ, શૂટિંગ ઈક્વિપમેન્ટ સહિત આશરે બે લાખ રુપિયાનો સામાન જપ્ત કરાયો હતો.   આરોપીની  ધરપકડ કર્યા બાદ તેમને પોલીસ રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યા હતા.


Google NewsGoogle News