35 લાખમાં એમપીએસસીનું પ્રશ્નપત્ર મેળવોઃ વાયરલ મેસેજથી ચકચાર
એમપીએસસીએ પારદર્શકતાની ખાતરી આપી
તમામ પ્રશ્નપત્રો કડક પ્રોટોકોલ વચ્ચે સુરક્ષિત, છેતરામણો ફોન કરનાર સામે પુણે પોલીસમાં ગુનો દાખલ
મુંબઈ - પુણે પોલીસ એક વાયરલ ફોન કોલ રેકોર્ડિંગની તપાસ કરી રહી છે, જેમાં એક ઉમેદવારને એમપીએસસી પરીક્ષાના પ્રશ્નપત્રના બદલામાં ૪૦ લાખ રૃપિયા ચુકવવાનું કહેવામાં આવ્યું હતું. જોકે આ ઘટનાથી હોબાળો મચતા મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી)એ સ્પષ્ટતા કરી છે કે બધા પ્રશ્નપત્રના સેટ તેમની કસ્ટડીમાં સુરક્ષિત છે. એમપીએસસીની ગુ્રપ બી (નોન-ગેઝેટેડ) સંયુક્ત પરીક્ષા ૨૦૨૪એ રવિવારે થવાની છે. ૨,૮૬,૦૦૦ ઉમેદવારો આ પરીક્ષા આપશે.
કથિત ફોન રેકોર્ડિંગમાં એક વ્યક્તિ પરીક્ષાના એક દિવસ પહેલાં ઉમેદવારને ૩૫-૪૦ લાખ રૃપિયામાં પ્રશ્નપત્ર આપવાની ઓફર કરે છે. ગુરુવારે જાહેર કરાયેલ એક જાહેરનામામાં એમપીએસસીએ જણાવ્યું હતું કે, વાયરલ ઓડિયો ક્લિપ વિશે જાણ્યા પછી તેમણે તપાસ માટે પોલીસનો સંપર્ક કર્યો હતો. એમપીએસસીએ અમારો સંપર્ક કર્યો છે અને અમે કથિત ફોન કોલ રેકોર્ડિંગની તપાસ કરી રહ્યા છીએ.' એવું ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ક્રાઇમ) નિખિલ પિંગળ જણાવ્યું હતું કે, વાયરલ ઓડિયો ક્લિપ વિશે જાણ્યા પછી તેમણે તપાસ માટે પોલીસનો સંપર્ક કર્યો હતો. 'એમપીએસસીએ અમારો સંપર્ક કર્યો છે અને અમે કથિત ફોન કોલ રેકોર્ડિંગની તપાસ કરી રહ્યા છીએ.' એવું ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ક્રાઇમ) નિખિલ પિંગળેએ જણાવ્યું હતું.
નવી મુંબઈમાં એક પત્રકાર પરિષદને સંબોધતા, એમપીએસસી સચિવ ડો. સુવરા ખરાટે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર ગુ્રપ-બી (નોન-ગેઝેટેડ) સર્વિસીસ કમ્બાઇન્ડ પ્રીલિમનરી પરીક્ષા ૨૦૨૪ને નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. પરીક્ષાની પ્રામાણિકતા અંગે કોઈ શંકા હોવી જોઈએ નહીં. ઉમેદવારોએ પેપર ફૂટયા જેવી અફવાઓ પર વિશ્વાસ ન કરવો. બધા પ્રશ્નપત્રો કડક સુરક્ષા પ્રોટોકોલ હેઠળ સુરક્ષિતપણે સંગ્રહિત છે. એમપીએસસીએ પુણે પોલીસ કમિશનર પાસે ફરિયાદ નોંધાવી છે. આવી છેતરપિંડીમાં સામેલ તમામ લોકો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે ઉમેદવારને પૈસાના બદલામાં પ્રશ્નપત્રનો છેતરામણો ફોનકોલ મળ્યો હોય તેમણે ઇ-મેલથી ફરિયાદ નોંધાવવી, એવું પણ તેમણે ઉમેર્યું હતું.