કોરેગાંવ ભીમા રમખાણ કેસમાં ગૌતમ નવલખાને હાઈકોર્ટે દ્વારા જામીન

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
કોરેગાંવ ભીમા રમખાણ કેસમાં  ગૌતમ નવલખાને હાઈકોર્ટે  દ્વારા જામીન 1 - image


નક્સલવાદી ચળવળ સાથે સાઠગાંઠનો આરોપ છે

જોકે, એનઆઈએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે તે માટે ત્રણ સપ્તાહ સુધી અમલ નહીં: નવલખા નવી મુંબઈમાં નજરકેદમાં છે 

મુંબઈ :  બોમ્બે હાઈ કોર્ટે ભીમા કોરેગાંવ રમખાણના ૨૦૧૮ના કેસમાં અરોપી કાર્યકર્તા ગૌતમ નવલખાને જામીન મંજૂર કર્યા છે.ન્યા. ગડકરી અને ન્યા. દીગેની બેન્ચે સહઆરોપી આનંદ તેલતુંબડ અને મહેશ રાઉત પર લાદી હતી એવી જ શરતો નવલખા પર લાદી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સુપ્રીમ કોર્ટમાં આદેશ પડકારવા ત્રણ સપ્તાહનો સ્ટે આપ્યો છે.

આ કેસમાં જામીન મેળવનાર તેઓ સાતમા આરોપી છે. આઅગાઉ સુધા ભારદ્વાજ, વરવરા રાવ, આનંદ તેલતુંબડે, વેર્નન ગોન્સાલ્વીસ અને અરુણ ફરેરાને જામીન અપાયા છે. આમાંથી રાવને તબીબી કારણસર જામીન અપાયા છે અને રાઉતની જામીન અરજી પર સ્ટે લંબાવાયો હોવાથી હજી જલમાંથી મુક્તિની રાહ જોવે છે.

નવલખાના જામીન મંજૂર કરતો વિગતવાર આદેશ હજી આવવાનો બાકી છે. નવલખાને શરૃઆતમાં જેલમાં રખાયા બાદ તેમના ઘરે નજરકેદમાં ખસેડવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે જૈફ વયને લીધે કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે નવેમ્બર ૨૦૨૨માં માન્ય કરી હતી. ત્યારથી નવી મુંબઈમાં તેઓ નજરકેદમાં હતા.

પીપલ્સ યુનિયન ફોર ડેમોક્રેટિક રાઈટ્સ (પીયુડીઆર)ના ભૂતપૂર્વ સચિવ અને માનવ અધિકાર કાર્યકર્તા નવલખાની ધરપકડ ઓગસ્ટ ૨૦૧૮માં થઈ હતી.  વિશેષ એનઆઈએ કોર્ટે ગયા વર્ષે પાંચ સપ્ટેમ્બરે જામીન અરજી ફગાવી હતી.ત્યાર બાદ હાઈ કોર્ટમાં અરજી કરી હતી.હાઈ કોર્ટે અરજી ફરી વિશેષ કોર્ટમાં ફેરસુનાવણી માટે મોકલાવી હતી. વિશેષ કોર્ટે ફરીવાર અરજી ફગાવી હતી. કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે નવલખા પ્રતિબંધીત આતંકવાદી સંગઠન સામ્યવાદી પક્ષના સભ્ય છે. નવલખાએ વિશેષ કોર્ટના આદેશને ફરી હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. એનઆઈએએ નવલખાની અરજીના વિરોધમાં જણાવ્યું હતું કે નવલખા ગ્રામીણ નક્સલી હિલચાલ માટે સુવિધાની વ્યવસ્થા માટે શહેરી ચળવળનો હિસ્સો રહેલા છે.



Google NewsGoogle News