Get The App

ગેન્ગસ્ટર અરુણ ગવળીને 28 દિવસના ફર્લો મંજૂર

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
ગેન્ગસ્ટર અરુણ ગવળીને 28 દિવસના ફર્લો મંજૂર 1 - image


વિધાનસભા વખતે અરજી નામંજૂર થઈ હતી

શિવસેનાના નગરસવેકની હત્યાના કેસમાં જન્મટીપ ભોગવી રહ્યો છે

મુંબઈ - બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે કુખ્યાત ડોન અરુણ ગવળીને ૨૮ દિવસના ફર્લો મંજૂર કર્યા છે. નાગપુર બેન્ચના ન્યાયમૂર્તિ નીતિન સાંબરે અને ન્યા. વૃષાલી જોશીએ આ નિર્ણય આપ્યો હતો. 

ગવળીએ ૧૮ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ જેલ સુપરિન્ટેન્ડન્ટ પાસે અરજી કરી હતી. પણ વિધાનસભા ચૂંટણી સમયે કાયદો અને વ્યવસ્થાની સમસ્યા નિર્માણ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને અરજી નામંજૂર કરાઈ હતી. 

ગવળીએ હાઈકોર્ટમાં આદેશને પડકાર્યો હતો. દરેક વખતે ફર્લો સમયે કાયદાનું પોતે પાલન કર્યું હોવાની રજૂઆત કરીને જેલ ઓથોરિટીનો નિર્ણય રદ કરવાની માગણી કરાઈ હતી. 

બંને બાજુની સુનાવણીને ધ્યાનમાં રાખીને કોર્ટે ગવળીની અરજી મંજૂર કરી હતી. શિવસેનાના નાગરસેવક કલમાલકર જામસાંડેકરની હત્યા કેસમાં જન્મટીમની સજા ભોગવી રહ્યો છે. ૨૦૦૭માં  જામસાંડેકરની હત્યા થઈ હતી.



Google NewsGoogle News