નાલાસોપારામાં તરુણીનો અશ્લીલ વીડિયો બનાવી ગેંગરેપ
15 વર્ષની તરુણીને બ્લેક મેઈલ કરાઈ
તરુણીના માતાપિતાની ફરિયાદ બાદ તમામ આરોપીઓની ધરપકડ
મુંબઈ- નાલાસોપારામાં રહેતી એક તરુણીનો અશ્લીલ વીડિયો બનાવીને ચાર લોકોએ તેના પર સામૂહિક બળાત્કાર કર્યાનો મામલો સામે આવ્યો છે. આ પ્રકરણે પીડિત યુવતીએ આ મામલે ફરિયાદ નોંધાવ્યા બાદ શુક્રવારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પીડિતા ૧૫ વર્ષની તરુણીછે અને નાલાસોપારા-ઈસ્ટભાગમાં રહે છે. ૧૭ જાન્યુઆરીએ તેના ઘર પાસે રહેતો અયાન નામનો છોકરો તેને ચાંદ પઠાણ નામના છોકરાના ઘરે લઈ ગયો હતો. ત્યાં તે બન્નેએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ચાંદ પઠાણ અને અમીર અન્સારી બન્નેએ તેનો અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. જો આ બાબતે કોઈપણ જાણ કરી તો અશ્લીલ વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી.જેના કારણે પીડિત તરુણી ખૂબ જ ડરી ગઈ હતી.
આ પછી બીજા દિવસે ૧૯ વર્ષના દિલા સલમાન ખાન નામના છોકરાનો ફોન આવ્યો હતો. તેની પાસે અશ્લીલ વિડીયો હોવાનું કહીને બાળકીને બ્લેકમેલ કરી અને તેને પોતાના ઘરે બોલાવી હતી. એ બાદ સલમાને પણ તેની સાથે બળાત્કાર કર્યો અને ફરીથી તેની અશ્લીલ તસવીરો લીધી હતી. આખરેઆ બધું તરુણી સહન ન કરી શકી હોવાથી તેણે ગુરુવારે પોતાના માતા-પિતાની મદદથી પેલ્હાર પોલીસ મદદમાં ફરિયાદ નોંધાવી હતી.
પેલ્હાર પોલીસ મથકના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર અમોલ તનપુરના જણાવ્યા પ્રમાણે, આ ફરિયાદના આધારે, પેલ્હાર પોલીસે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ ૬૫(૧), ૭૦(૨), ૭૪, ૭૭, ૭૯, ૩૫૧(૨) સહિત બાળકોને લૈંગિક અત્યાચારથીસંરક્ષણપોસ્કો કાયદાની કલમ ૪, ૮, ૧૨ નોંધી છે. તેમ જ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ ૬૭(બી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આરોપી પીડિત યુવતીના વિસ્તારમાં રહે છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. તેને શુક્રવારે વસઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેમને ૪ ફેબ્આરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. પેલ્હાર પોલીસ સ્ટેશનના વરિ પોલીસ નિરીક્ષક જિતેન્દ્ર વાનકોટીએ માહિતી આપી હતી કે, ફરિયાદ દાખલ કર્યા બાદ આ કેસમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બનાવ અંગે તમામ એન્ગલથી તપાસ થઈ રહી છે.