પુણેમાં 173 ઘરોમાં ચોરી કરનારી ટોળકી ઝડપાઈ
- કુલ 1.22 કરોડનો મુદ્દામાલ જપ્ત
- દિવસે રેકી કર્યા બાદ રાતે ધાડ પાડવાની મોડસ ઓપરેન્ડીઃહથિયારો પણ મળ્યાં
મુંબઈ : પુણે શહેરના વિવિધ નિસ્તારોમાં દિવસે રેકી કરી રાત્રે ઘરમાં ઘાડ પાડતી ટોળકીને પુણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પકડી જેલ ભેગી કરી છે.
આ ટોળકી પાસેતી પોલીસે સવા કિલો સોનાના દાગિના, એક કિલો ચાંદી, ત્રણ પિસ્તોલ, ૧૪ જીવંત કારતુસ અને ચોરીના વાહનો મળી કુલ ૧.૨૨ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ટોળકીએ ૧૭૩ ઘરોમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. એટક કરાયેલ આરોપીએ રેકોર્ડ પરના ગુનેગારો છે અને તેમની સામે અનેક ગુના નોંધાયા છે.
હડપસર વિસ્તારમાં ચોરીનો ફરાર આરોપી ફુરસુંગી ગામની ઝાડીઓમાં છુપાયો હોવાની માહિતી પોલીસને મળી હતી. તેથી છટકું રચી પોલીસે બે આરોપીને પકડતાં તેમની પાસેથી દાંતરડું, મોબાઈલ, કારતુસ વગેરે મળી આવ્યા હતા. તેમની કડકાઈથી પૂછપરછ કરતાં અન્ય આરોપીઓની પણ ભાળ મળી હતી અને કુલ ચોરીનો માલ જપ્ત થયો હતો.