લાલબાગચા રાજાનો અનેરો મહિમા: કપુર પરિવારના વડા વ્હિલચેર પર આવ્યા દર્શને
નવી મુંબઇ,તા. 27 સપ્ટેમ્બર 2023, બુધવાર
ગણેશ ઉત્સવનો આ તહેવાર મુંબઈ અને પુણે જેવા શહેરોમાં ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. 19મી સપ્ટેમ્બરથી શરૂ થયેલો બાપ્પાનો આ ઉત્સવ 29મી સપ્ટેમ્બરે વિસર્જન સાથે સમાપ્ત થશે. મુંબઈના પ્રખ્યાત લાલબાગની મુલાકાતે ભક્તો આવી રહ્યા છે. છેલ્લા 8 દિવસથી લાલબાગની મુલાકાત અનેક મોટી સંખ્યામાં ભક્તો અને ફિલ્મ સ્ટાર્સે આવી રહ્યાં છે. શાહરૂખ ખાન, શિલ્પા શેટ્ટી, એશા ગુપ્તા જેવા તમામ ફિલ્મ સ્ટાર્સમાં હવે કરીના અને કરિશ્મા કપૂરના માતા-પિતા પણ બાપ્પાના દર્શન કરવા માટે આવ્યા હતા.
આજે લાલબાગ ચા રાજાના દર્શને બબીતા કપૂર અને રણધીર કપૂર આવ્યા હતા.રણધીર કપૂર અને બબીતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં પિતા વ્હીલચેર પર અને માતા લોકોના સહારે દર્શન માટે જતા જોવા મળ્યા હતા.
એક સમય એવો હતો જ્યારે રણધીર કપૂર અને બબીતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટોચના કલાકારોમાં સામેલ હતા. તેઓએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. 1971માં રિલીઝ થયેલી ફિલ્મ 'કલ આજ ઔર કલ'માં સાથે કામ કરતી વખતે તેઓ પ્રેમમાં પડ્યા અને તે જ વર્ષે લગ્ન કરી લીધા. બબીતાએ લગ્ન પછી ફિલ્મોથી દૂર રહેવાનું નક્કી કર્યું જેથી તે તેના બાળકો અને પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.
મહત્વનું છેકે, એક સમય હતો જ્યારે મુંબઈના લોકો કપૂર પરિવારના ગણેશ ઉત્સવ પર નજર રાખતા હતા. દર વર્ષે આ તહેવારમાં કપૂર પરિવારના આરકે સ્ટુડિયોને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આ સમય દરમિયાન આખો કપૂર પરિવાર આ પ્રસંગે એકઠા થતો અને ગણેશની સ્થાપના કરતો હતો, પરંતુ સમય જતાં કપૂર પરિવારે આરકે સ્ટુડિયો બાપ્પાની સ્થાપના કરવાનું બંધ કરી દીધું. જો કે આ પરંપરા હજુ પણ ચાલી રહી છે. હવે આરકે સ્ટુડિયો નથી પરંતુ રણબીર કપૂરની માતા એટલે કે નીતુ કપૂર દર વર્ષે બાપ્પાને પોતાના ઘરે લાવે છે અને પાંચમા દિવસે તે બાપ્પાને વિદાય આપે છે.