Get The App

પિતા-પુત્રીના પ્રેમીની ગજબ દાસ્તાન : બોરીવલીમાં રહેતાં પિતા અને પુત્રીના એક જ દિવસે મૃત્યુ

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
પિતા-પુત્રીના પ્રેમીની ગજબ દાસ્તાન : બોરીવલીમાં રહેતાં પિતા અને પુત્રીના એક જ દિવસે મૃત્યુ 1 - image


બોરીવલીમાં રહેતાં દામજી ગોગરીને વર્ષી તપકરતી દીકરી થાણેથીએમ્બ્યુલન્સમાં મળવા આવી  અને પપ્પાના  અંતિમ સંસ્કારના ગણતરીના સમયમાં દીકરીએ પણ જીવ ગુમાવ્યો

મુંબઈ :  પિતા-પુત્રીનો પ્રેમ ખૂબ અલગ જ હોય છે અને કહેવાય છે કે દીકરીની સૌથી  નજીક પહેલાં તેના પિતા જ હોય છે. આ સંબંધનો પ્રેમ કેટલો અતુટ હોય છે એનું ઉદાહરણ બોરીવલીમાં જોવા મળ્યું છે. અહીંયા પિતા મૃત્યુ પામ્યા હોવાની વાત સાંભળતાં દીકરીના તપ ચાલુ હોવા છતાં એમ્બ્યુલન્સ કરીને થાણાથી બોરીવલી પહોંચી હતી. પરંતુ, પિતાને અંતિમ વિદાય આપ્યા પછી દીકરીએ પણ જીવ ગુમાવ્યો હતો. એથી પિતાના અંતિમ સંસ્કાર બાદ દીકરીના પણ એ જ ઘરેથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પિતા-પુત્રી એક જ દિવસ અને એક જ ઘરે મૃત્યુ પામ્યા અને એક પછી એક બન્નેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

મૂળ કચ્છ માંડવી તાલુકાના ડોણ ગામના અને બોરીવલી-ઈસ્ટના કાટર રોડ-૩ પર પરિવાર સાથે રહેતાં ૮૫ વર્ષનાદામજી ડુંગરશી ગોગરી રવિવારે તેમના નિવાસ સ્થાને મૃત્યુ પામ્યા હતા. દીકરીની પિતા સાથે એટલી લાગણી હતી કે બોરીવલીથી થાણા રહેવા ગયેલી અને નાંગલપુર ગામની તેમની ૫૪વર્ષની ભાવના ભરત જૈન પણ પિતાને અંતિમ સંસ્કાર માટે લઈ ગયા બાદ જીવ ગુમાવી બેસી હતી. આ ગજબના બનાવ વિશે માહિતી આપતાં દામજી ગોગરીના દીકરા હિરેન ગોગરીએ ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે 'પપ્પા એકદમ સ્વસ્થ હતા અને થોડા દિવસ પહેલા સુધી તેઓ ગ્રાન્ટ રોડમાં આવેલી અમારી અનાજની દુકાનમાં પણ બેસતાં હતા. થોડા દિવસથી પપ્પાની તબિયત નરમ રહેતી હતી. રવિવારે સવારે પપ્પાને સાડા આઠ વાગ્યે સ્નાન કરવા માટે લઈ જવા ઉઠાડયા પરંતુ તેમનું શરીર એકદમ ઠડું પડી ગયું હતું. ડોક્ટરે તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. આ વાતની જાણ મેં મારી બહેનના ઘરે કરી હતી પરંતુ, બહેનની તબિયત થોડી સારી ન હોવાથી તેને જાણ કરવાની ના પાડી હતી. પરંતુ, ફોન સ્પીકર પર હશે એટલે તેને પપ્પા વિશે માહિતી મળી ગઈ હતી.દ

પપ્પાની બાદ બહેનના અંતિમ સંસ્કાર કરાયા

પપ્પાની વિદાય બાદ મૃત્યુ પામતાં એ જ ઘરેથી દીકરીના પણ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા એમ કહેતાં હિરેનભાઈએ કહયું કે 'છેલ્લા દસ વર્ષથી ભાવના બહેન વર્ષી તપના ઉપવાસ કરી રહી છે. એથી તેને થોડી નબળાઈ રહેતી હોય છે. પપ્પા વિશે સાંભળીને તેણે પપ્પાના અંતિમ દર્શન કરવાની જીદ કરી હતી. એથી તેને થાણેથી એમ્બ્યુલન્સ દ્વારા બોરીવલી લાવવામાં આવ્યા હતા અને ઈમારત નીચે જ તેને પપ્પાના દર્શન કરાવ્યા હતા. પપ્પાના પાથવશરીરના અંતિમ સંસ્કાર કરવા માટે અમે નીકળ્યા અને એના ગણતરીના સમય બાદ જ ભાવનાબહેનને પણ મૃત્યુ પામ્યા હતા. તેમના શરીરની હાલચાલ જ બંધ થઈ ગઈ હતી. તેણે પોતાના જ્યાણે પ્રાણ જ ત્યાગી દીધા હોય એવું લાગી રહયું હતું. એથી પપ્પાના બાદ બહેનના પણ ત્યાંથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પિતા અને દીકરી યોગાનુયોગ એક જ દિવસે મૃત્યુ પામતાં પરિવારજનોમાં ખૂબ આઘાત જોવા મળી રહયા છે.



Google NewsGoogle News