Get The App

ઝડપી ટ્રાયલ ચાલે એ આરોપીઓનો મૂળભૂત અધિકારઃ બોમ્બે હાઈકોર્ટ

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
ઝડપી ટ્રાયલ ચાલે એ આરોપીઓનો મૂળભૂત અધિકારઃ બોમ્બે હાઈકોર્ટ 1 - image


પુણેમાં  સનબર્ન ફેસ્ટિવલમાં હુમલાના કાવતરાંના પાંચ આરોપીને જામીન

આરોપીઓ 6 વર્ષથી જેલમાં છે અને ટ્રાયલ નજીકના ભવિષ્યમાં શરુ થવાની શક્યતા પણ દેખાતી નથી તેવી નોંધ લઈ જામીન મંજૂર

મુંબઇ :  ઝડપી ટ્રાયલ મેળવવી એ પણ એક મૂળભૂત અધિકાર તરીકે માન્ય છે  એમ જણાવી બોમ્બે  હાઇકોર્ટે  ૨૦૧૭માં પુણેના સનબર્ન ફેસ્ટિવલમાં હુમલાનું કાવતરું ઘડવા બદલ મહારાષ્ટ્ર એટીએસ દ્વારા ૨૦૧૮માં ઝડપાયેલા પાંચ આરોપીઓને જામીન મંજૂર કર્યા છે. 

જસ્ટિસ ભારતી ડાંગરે અને મંજુષા દેશપાંડેની બનેલી ડિવિઝન બેન્ચે ૩૦ જુલાઈના રોજ એક આંદેશમાં જણાવ્યું હતું કે 'ફરિયાદી પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવા ષડયંત્રના આરોપોને સાબિત કરવા માટે અપૂરતા  છે. આરોપી લાંબા સમયથી જેલમાં  છે અને ટ્રાયલ બહુ નજીકના ભવિષ્યમાં શરુ થાય તેવી શક્યતા પણ ધૂંધળી છે. 

એટીએસની ટીમે વર્ષ ૨૦૧૮માં નાલાસોપારાના બે શકમંદોના ઘરેથી શસ્ત્રો, વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કર્યા પછી વર્ષ ૨૦૧૮માં પાંચ આરોપી સુજીત રંગાસ્વામી, અમિત બડી, ગણેશ મિસ્કીન, શ્રીકાંત પાંગારકર, ભરત કુરણેની ધરપકડ કરી હતી.

વર્ષ ૨૦૧૮થી પાંચ આરોપીઓ કસ્ટડીમાં છે. આ કેસની ટ્રાયલ લાંબી ચાલવાની ધારણા  છે. કેમ કે ફરિયાદ પક્ષની યાદીમાં ૪૧૭ સાક્ષીઓ છે.

 ટ્રાયલ ઝડપથી પૂર્ણ થવાની શક્યતા  ેખાતી નથી. બીજી તરફ આરોપીને ઝડપી ટ્રાયલને મૂળભૂત અધિકાર તરીકે સ્વીકૃતિ મળી છે એમ બેન્ચે જણાવ્યું હતું. 

એટીએસએ  દાવો કર્યો હતો કે ' આરોપીઓએ ડિસેમ્બર ૨૦૧૭માં સનબર્ન મ્યુઝિક ફેસ્ટિવલ પર હુમલો કરવાના ઉદ્દેશ્યથી શસ્ત્ર અને વિસ્ફોટકોનો જથ્થો જમા કર્યો હતો.

આરોપીઓ જમણેરી જૂથો સનાતન સંસ્થા અને હિંદુ જનજાગૃતિ સમિતિના સક્રિય સભ્યો હતા. તેઓ હિંદુ રાષ્ટ્રના નિર્માણની વિચારધારાથી પ્રભાવિત હોવાનો દાવો પણ કરાયો હતો.

વિશેષ અદાલત દ્વારા જામીનના ઈનકારના આદેશને પડકારતી આરોપીઓની અરજીની સુનાવણી બાદ હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો. 

વર્ષ ૨૦૧૭માં સનબર્ન પ્રોગ્રામ હકીકતમાં કોઈ પણ ખલેલ વિના સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ઓગસ્ટ, ૨૦૧૮ના પ્રથમ સપ્તાહમાં કાર્યક્રમ સમાપ્ત થયાના આઠ મહિના પછી આરોપીઓની ધરપકડ કરાઈ હતી, કોર્ટે તેના આદેશમાં આ બાબતની નોંધ લીધી હતી.

ફરિયાદ પક્ષે રજૂ કરેલા પુરાવા, સાક્ષીઓના નિવેદનો અપૂરતા હતા.

આમ કોર્ટે પ્રત્યેક આરોપીને રૃ. ૫૦ હજારની વ્યક્તિગત બોન્ડ તેમ જ એટીએસની સમક્ષ અને કોર્ટની સુનાવણીમાં નિયમિત હાજર રહેવાની શરતે  જામીન આપ્યા હતા.

ફરિયાદ પક્ષે આરોપ લગાવ્યો હતો કે 'આરોપીઓએ હિન્દુ વિરોધી તત્ત્વોનો સામનો કરવા માટે એક ટોળકીની રચના કરી હતી. તેમણે ૨૦૧૭માં પુણેમાં યોજનાર સનબર્ન ફેસ્ટિવલ સહિત અમુક સંગીત ઉત્સવો અને શોને નિશાન બનાવવાનું કાવતરું ઘડયું હતું.

આરોપીઓએ ફેસ્ટિવલમાં પથ્થરમારો કરી, પેટ્રોલ બોમ્બ ફેંકી અને શસ્ત્રોનો ઉપયોગ કરીને હુમલો કરવાનું કાવતરું ઘડયું હોવાનો આરોપ છે.

આરોપીઓ સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિસ્ફોટક એક્ટ અને અન્ય કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.



Google NewsGoogle News