મફતિયા પ્રવાસીઓને દંડ ન ભરે તો રેલવે પ્લેટફોર્મ પર પ્રિ કસ્ટડી
અંધેરી, બોરીવલી ખાતે પ્રિ કસ્ટડી એરિયાનો પ્રાયોગિક અમલ
ટી.સી.ને પુરાવા માટે બોડી કેમેરા પણ અપાશેઃ દરેક મફતિયા પ્રવાસીનો ડેટા સ્ટોર કરી વારંવાર ઝડપનારા સામે આકરાં પગલા
મુંબઇ - પશ્ચિમ રેલવેમાં ટિકિટ વિનાનો પ્રકડાયેલાઓ પ્રવાસી દંડ ભરવાની મનાઇ કરે તો તેને પ્રી-કસ્ટડી એરીયામાં લઇ જવાશે. આવા એરીયા પ્લેટફોર્મ ઉપર બની રહ્યા છે. ટી.સી.ઓને બોડી કેમેરા અપાશે જે મફતિયા પ્રવાસીઓનું વર્તન રેકોર્ડ કરવાની સાથે સાથે વારંવાર પકડાતા લોકોનો ડેટા જમા કરશે. જેમણે બાદમાં દંડની મોટી રકમ ભરવી પડશે.
ગત અઠવાડિય ે પ્રાયોગિક ધોરણે પ્રી-કસ્ટડી એરીયા અંધેરી-બોરીવલી જેવા મુખ્ય સ્ટેશનો પર કાર્યરત થઇ ગયો છે. બાદમાં ચર્ચગેટથી વિવાર અને દહાણું સુધી વિસ્તારવામાં આવશે. બોડી કેમેરાની ટ્રાયલ પણ હાલમાં ચાલું છે. પશ્ચિમ રેલવેના અધિકારીના જણાવ્યા મુજ આ પ્રી-કસ્ટડી એરીયા પકડાયેલા મફતિયા પ્રવાસીઓને ટીસીની પકડમાંથી છટકી ભાગી જતા અટકાવવા બનાવાયા છે.
જે પ્રવાસી દંડ ભરવાની મનાઇ કરીને, દલીલો કરી ટીસીનો સમય બગાડે છે તેને આ એરીયામાં લઇ જવાશે જ્યાં સ્ટાફના અન્ય લોકો તેમની જોડે વાતચીત કરીને સંબંધિત નિયમો સમજાવશે. તેમ છતાં પણ તેઓ ન માને તો તેમને મેનો જારી કરી આરપીએફના હાથમાં સોંપવામાં આવશે.