Get The App

સરકારના શિક્ષણ વિભાગના ખાતામાંથી ફ્રોડસ્ટરોએ 48 લાખની રકમ કઢાવી લીધી

Updated: Apr 24th, 2024


Google NewsGoogle News
સરકારના શિક્ષણ વિભાગના ખાતામાંથી ફ્રોડસ્ટરોએ 48 લાખની રકમ કઢાવી લીધી 1 - image


બનાવટી ચેક, બનાવટી સિક્કા અને બનાવટી સહીની મદદથી ગુનો આચરનાર 4 સામે કેસ નોંધાયો

મુંબઇ :  હાલ સમગ્ર રાજ્ય અને દેશમાં ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે અને રાજકીય નેતાઓ સહિત સરકારી અધિકારી કર્મચારીઓ પણ ચૂંટણી પ્રક્રિયામાં વ્યસ્ત છે આ વાતનો લાભ ઉઠાવી પ્રોડસ્ટરોએ  સરકારના શાળા શિક્ષણ વિભાગ અને ક્રીડા વિભાગના ખાતામાંથી રૃા.૪૭.૬૦ લાખની રકમ કઢાવી લેતા ખળભળાટ મચી ગયો છે. પ્રોડસ્ટરકોએ બનાવટી ચેક, બનાવટી સિક્કા અને બનાવટી સહીની મદદથી આ રકમ કઢાવી હોવાનું બહાર આવ્યા બાદ મરીન ડ્રાઇવ પોલીસે આ બાબતે ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી આ પ્રકરણની વધુ તપાસ હાથ ધરી છે.

આ સંદર્ભે પોલીસ અધિકારીઓના જણાવ્યાનુસાર જે બેન્ક ખાતામાં ચોરીની આ રકમ નમિતા બેગ, પ્રમોદ સિંહ, તપનકુમાર, ઝીનત ખાતુનના ખાતાઓમાં જમા થઇ હતી. ત્યાર બાદ આ ચારેય વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. માર્ચ મહિનાથી જ બનાવટી ચેક, સિક્કાઓ અને સહીની મદદથી સરકારી તિજોરી પર ડલ્લો નાંખવાની યોજના બનાવવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે અમૂક અજાણ્યાઓ સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ રીતે સરકારી ખાતામાંથી પૈસા ઉપડી જવાની વાત નવી નથી. આ પહેલા મહારાષ્ટ્ર સરકારના પર્યટન વિભાગના બેન્ક ખાતામાંથી ગયા જ મહિને ૬૭ લાખ રૃપિયા કઢાવી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણની તપાસ પણ મરીન ડ્રાઇવ પોલીસ કરી રહી છે.

શિક્ષણ વિભાગ તરફથી અંડર સેક્રેટરી સુનિલ હાંજેની ફરિયાદના આધારે મરીનડ્રાઇવ પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ ૪૧૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૪૭૪ અને ૩૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શિક્ષણવિભાગની નરીમાન પોઇન્ટની બેન્કના ખાતાઓમાંથી આ રકમ કઢાવવામાં આવી હતી.



Google NewsGoogle News