4 વર્ષની બાળકીની સારવારના નામે સાડા ચાર કરોડની છેતરપિંડી
બાળકી સ્પાઈન મસ્કુલર એટ્રોફિથી પીડીત હોવાનો ઢોંગ કરાયો હતો
બોલિવુડની અભિનેત્રી સના ખાનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી નાગરિકોને અપીલ કરાઈ હતી
મુંબઈ - બોલિવુડની અભિનેત્રી સના ખાનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ચાર વર્ષની બાળકીના સારવારના નામે નાગરિકોને આર્થિક સહાયની અપીલ કરીને સાડા ચાર કરોડની છેતરપિંડી કરવા બદલ માટુંગા પોલીસે ત્રણ શખ્સો સામે કેસ નોંધ્યો હતો અને આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના જાન્યુઆરીમાં બની હતી. જેમાં ત્રણેય આરોપીએ ચાર વર્ષની બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનો ઢોંગ કર્યો હતો. આ માટે ૧૧ જાન્યુઆરીના બોલિવુડ અભિનેત્રી સના ખાનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથીં એક રિલ પોસ્ટ કરીને ચાર વર્ષની બાળકી સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રાકીથી પીડીત હોવાથી તેની સારવાર માટે રુ. ૧૭ કરોડની જરુર છે એમ નાગરિકોને અપીલ કરવામાં આવી હતી.
સના ખાનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી રિલ પોસ્ટ કરતા લોકોએ આરોપીઓ પર વિશ્વાસ રાખતા ચાર વર્ષની બાળકીના સારવાર માટે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જેમાં ૪.૫ કરોડની રકમ જમા થઈ હતી. જો કે, આ જમા કરાયેલ રકમ બાળકીની સારવાર માટે ઉપયોગમાં લેવાઈ ન હતી. એવો આક્ષેપ ફરિયાદીએ કર્યો હતો.
આ કેસમા ં બાવન વર્ષીય ફરિયાદી અહમદ શેખ જે માહિમના રહેવાસી છે. આ મામલે શેખે પ્રથમ કુર્લા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કોર્ટના આદેશ બાદ માટુંગા પોલીસેે ફરિયાદના આધારે આ મામલે માટુંગા પોલીસે નિખાત ખાન, નૌકિલ કાઝી અને પિયુષ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૪૨૦, ૪૦૬, ૧૨૦ (બી), ૪૬૫, ૪૬૭, ૪૭૧ અને ૩૪ હેઠળ કેસ નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ કરતા આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.