મુંબઈના સિનિયર પોલીસ ઓફિસરના નામથી ફેક ફેસબુક પ્રોફાઈલ બનાવી છેતરપિંડી

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
મુંબઈના સિનિયર પોલીસ ઓફિસરના નામથી ફેક ફેસબુક પ્રોફાઈલ બનાવી છેતરપિંડી 1 - image


4 આરોપી રૃ.2.55 લાખની ઉચાપત કરી

મુંબઈ :  જો તમને મુંબઈ પોલીસ તરફથી ફેસબુક ફ્રેન્ડ રિકવેસ્ટ મળી હોય તો સાવચેત થઈ જવાની જરૃર છે. કેમકે પોલીસના નામે બનાવટી ફેસબુક પ્રોફાઈલ બનાવવા અમે પૈસા માગવાના સંબંધમાં વરલી પોલીસે કેસ નોંધ્યો છે.

ચાર આરોપીએ લોકો પાસેથી રૃ.૨.૫૫ લાખની ઉચાપત કરી  હોવાનું કહેવાય છે. આ મામલામાં પોલીસે વધુ તપાસ આદરી છે. 

મુંબઈમાં એક ડેપ્યુટી પોલીસ કમિશનરના નામથી બે બનાવટી ફેસબુક પ્રોફાઈલ બનાવવામાં આવી હતી. આ પ્રોફાઈલ દ્વારા કેટલાંક પરિચિતોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવામાં આવી હતી. ત્યારબાદ આરોપીએ આ પોલીસ અધિકારીના નામે અનેક લોકો પાસેથી પૈસાની માગણી કરી હતી. અમુક પાસેથી પૈસા પડાવી લીધા હતા.

આ બનાવની જાણ થતા પોલીસમાં છેતરપિંડી અને અન્ય કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. અગાઉ પણ અનેક વખત વરિષ્ઠ પોલીસ અધિકારીના નામે ઓનલાઈન છેતરપિંડી કરાઈ છે.



Google NewsGoogle News