પાડોશી રાજ્યમાં મોટી દુર્ઘટના, તળાવમાં નહાવા કૂદેલાં ખેતમજૂરોનાંં 4 બાળકો મોતને ભેટ્યાં

Updated: May 26th, 2024


Google NewsGoogle News
પાડોશી રાજ્યમાં  મોટી દુર્ઘટના, તળાવમાં નહાવા કૂદેલાં ખેતમજૂરોનાંં 4 બાળકો મોતને ભેટ્યાં 1 - image


Four students died after drowning  : પુણેમાં આંબેગાંવના નિરગુડસર ખાતે બપોરે ચાર વિદ્યાર્થીઓ રમતી વખતે તળાવના પાણીમા જતાં તરતા ન આવડતા ડૂબી ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. 

આ ચારેય વિદ્યાર્થીઓ ખેતમજૂર પરિવારના છે. શાળામાં રજા હોવાથી ચારેય બાળકો ખેતર પાસે ફરવા ગયા હતા. તે પછી બાળકો તળાવના પણીમાં ગયા હતા. પરંતુ તેઓ તરી શક્યા ન હતા. તેથી તેઓ ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ  સ્થાનિકો  ખેતર તરફ દોડી  આવ્યા હતા. 

પરંતુ ત્યાં સુધીમાં તમામ બાળકો ડૂબી જતા મૃત્યુ પામ્યા હતા. ચાર વિદ્યાર્થીઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે મંચર હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો હોસ્પિટલમાં દોડી ગયા હતા અને આક્રંદ કર્યો હતો. ચારેય બાળકો હસતા રમતા એમ જ પાણીમાં ગયા હતા અને ઓચિંતાના ડૂબી ગયા હતા. આ ઘટનાથી આદિવાસી ખેત મજુરોના પરિવાર જનોમાં  શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.


Google NewsGoogle News