મુંબઈમાં 24 કલાકમાં 2 વ્યક્તિનં અંગદાનથી ચારને નવજીવન મળ્યું
શહેરમાં મહિનાનું છઠ્ઠું અંગદાન થયું
ફક્ત અંગો જ નહી હાડકાં, રજ્જુ, ત્વચાદાન પર પણ મેડિકલ ટીમ ભાર મૂકી રહી છે
મુંબઈ - છેલ્લાં ૨૪ કલાકમાં બે બ્રેઈન-ડેડ દર્દીના અંગદાનને પગલે મુંબઈમાં આ મહિને છઠ્ઠું અંગદાન નોંધાયું છે. અંગદાતાઓમાંથી એક નવી મુંબઈની ૨૯ વર્ષીય વ્યક્તિ હતી, બેલાપુરની હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન બ્રેઈનડેડ જાહેર કરાયા બાદ તેમનું લિવર દાન કરાયું હતું.
જ્યારે બીજી વ્યક્તિ કે જેનું અંગદાન કરાયું એ ૩૪ વર્ષીય સ્વપ્નિલ રાઠોડ ખારઘરનો ફૂડ એપ કંપનીનો ક્લસ્ટર મેનેજર હતો. નવી મુંબઈની હૉસ્પિટલમાં તેની બ્રેઈન હેમરેજની સારવાર ચાલી રહી હતી અને સર્જરી છતાં તેની સ્થિતિમાં સુધારો થયો નહોતો. સારવાર દરમ્યાન આખરે તબીબોએ તેને બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો.
આથી મેડિકલ ટીમ અને ઝોનલ ટ્રાન્સપ્લાન્ટ કોર્ડિનેશન કમિટી (ઝેડટીસીસી)ના સભ્યોએ તેના પરિવારજનોને અંગદાન બાબતની માહિતી આપી હતી. પરિવારજનો આ બાબતે સંમતિ દર્શાવતાં યુવાનનું લીવર અને બે કિડનીઓનું દાન કરી ત્રણ દર્દીને નવજીવન અપાયું હતું.
છેલ્લાં એક વર્ષમાં અમે માત્ર અંગો જ નહીં તો હાડકાં, કરોડરજ્જુ, ચામડી જેવી પેશીઓનું દાન કરવા પર પણ કાઉન્સિલિંગ પર ભાર મૂક્યો છે. અમે બ્રેઈનડેડ નોટિફિકેશન વધારવા અને ઓર્ગન ડોનેશન અંગ જાગૃતિને પ્રોસ્તાહિત કરવા પેટા સમિતી પણ શરુ કરી છે જેના પરિણામે હવે સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.