પૈસા બચાવવા ઘાટકોપર હોર્ડિંગના પાયા થોડા ફૂટ જ ઊંડા ખોદેલાઃ પોલીસ

Updated: May 27th, 2024


Google NewsGoogle News
પૈસા બચાવવા ઘાટકોપર હોર્ડિંગના પાયા થોડા ફૂટ જ ઊંડા ખોદેલાઃ પોલીસ 1 - image


આરોપીના રિમાન્ડ મેળવવા એસઆઈટીની કોર્ટમાં રજૂઆત

વીજેઆઈટીઆઈના અહેવાલની પ્રતિક્ષા : જો બાંધકામ નબળું  જણાશે તો ઓડિટ ફર્મનું નિવેદન રેકોર્ડ કરાશે

મુંબઈ :  ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના કેસની તપાસ કરી રહેલી એસઆઈટીએ કોર્ટને જાણ કરી હતી કે હોર્ડિંગના પાયાની તસવીરો દર્શાવે છે કે પ્રથમદર્શી રીતે પૈસા બચાવવા નબળું કામ કરવામાં આવ્યું હતુ. નમૂના મેળવવા પાંચ પાયા ખોદવામાં આવ્યા તો માત્ર થાડો ફૂટ નીચે જ પાઈલિંગ કામ કરવામાં આવ્યાનું જણાયું હતું. 

આરોપી ભાવેશ ભિંડેની કસ્ટડી મેળવવા એસઆઈટીએ રવિવારે કોર્ટ સમક્ષ આ રજૂઆત કરી હતી. કોર્ટે આરોપીને ૨૯ મે સુધીની કસ્ટડી લંબાવી હતી.

એસઆઈટીએ વધુમાં જણાવ્યું હતું કે ઘટના બાદ બાંધકામ કેટલું મજબૂત છે એ ચકાસવા તરત જ વીરમાતા જીજાબાઈ ટેક્નોલોજીકલ ઈન્સ્ટીટયૂટ (વીજેઆઈટી)ને તપાસ કરવા જણાવાયું હતું. આથી પાયાની માટી અને કોંક્રિટના નમૂના લેવાયા હતા. વીજેઆઈટીનો અહેવાલ આવવાનો બાકી છે પણ જોઈ શકાય છે કે એક પિલ્લર પાંચથી છ ફૂટ ઊંડે હતો જ્યાં પાઈલિંગ કામ કરવામાં અવાયું હતું. અહેવાલમા ંજ બાંધકામ કેટલું નક્કર હતું તે જણાશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. જો બાંધકામ નબળું જણાશે તો એડિટ ફર્મ સિટી એન્જીનીયરિંગ સર્વિસીસ (સીઈએસ)નું પણ નિવેદન રેકોર્ડ કરવામાં આવશે. કંપનીએ ૨૪ એપ્રિલ ૨૦૨૩ના રોજ સંબંધીત ઓથોરિટીને સ્થિરતાનું આપેલું પ્રમાણપત્ર ઈગો મીડિયાએ રજૂ કર્યું હતું.



Google NewsGoogle News