ધો.12ની પરીક્ષાના ફોર્મ હવે 10 નવેમ્બર સુધી ભરી શકાશે
વિદ્યાર્થીઓ તથા જુનિયર કોલેજોને રાહત
વિલંબિત ફી સાથે 22 નવે. સુધી ફોર્મ ભરી શકાશે, અગાઉ તા. 30મી ઓક્ટોબરની મુદ્દત હતી
મુંબઈ :મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ (મહારાષ્ટ્ર બોર્ડ) દ્વારા ફેબુ્રઆરી-માર્ચમાં લેવામાં આવનારી ધોરણ ૧૨ની પરીક્ષાનું ફોર્મ ભરવાની મુદ્દત વધારી આપવામાં આવી છે.
વિદ્યાર્થીઓ હવે ૩૧ ઑક્ટોબરથી ૧૦ નવેમ્બર દરમ્યાન નિયમિત ફી સાથે ધો.૧૨ની પરીક્ષા માટે ફોર્મ ભરી શકશે. જ્યારે ૧૫થી ૨૨ નવેમ્બર દરમ્યાન વિલંબિત ફી સાથે અરજી ભરી શકાશે. આઈટીઆઈનો વિષય લઈ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ ફોર્મ પારંપારિક પદ્ધતીએ જૂનિયર કૉલેજમાં જઈ ભરવાના રહેશે. જોકે આ તમામ વિદ્યાર્થીઓને આ પૂર્વે બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવા માટે આ પૂર્વે ૩૦ ઑક્ટોબરની મુદ્દત અપાઈ હતી. પરંતુ હવે તે વધારી દેવાઈ છે. જેથી ઘણાં વિદ્યાર્થીઓને તથા જૂનિયર કૉલેજોને પણ રાહત થઈ છે.