પીઆઈને લાફો મારનારા માજી ધારાસભ્ય હર્ષર્ધન જાધવની ધરપકડ
2014 ની ઘટનામાં કોર્ટના નિર્દેશતી ધરપકડ
કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડી આપી, તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ
મુંબઈ - ભૂતપૂર્વ ધારાસભ્ય હર્ષવર્ધન જાધવની ૨૦૧૪ના હુમલાના કેસમાં કોર્ટના નિર્દેશ પર ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર નાગપુરના પોલીસ ઇન્સ્પેક્ટરને લાફો મારવાનો આરોપ હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
જાધવ નાગપુરની કોર્ટમાં ગેરહાજર રહેતા હોવાથી ભૂતકાળમાં તેમની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. જાધવને ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
જો કે જાધવની તબીયત લથડતા સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સોનેગાંવ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ડિસેમ્બર ૨૦૧૪માં ઉદ્ધવ ઠાકરે દ્વારા હોટેલમાં આયોજિત એક બેઠકમાં જાધવે પોલીસ ઇન્સ્પેક્ટર પરાગ જાધવને કથિત રીતે લાફો માર્યો હતો.
મામલામાં અગાઉ તેમને તાત્પુરતા જામીન આપવામાં આવ્ય ાહતા. તેઓ સુનાવણીમાં ગેરહાજર રહેતા હોવાથી કોર્ટે ધરપકડ માટે વોરંટ જારી કર્યું હતું. જાધવ અગાઉ મહારાષ્ટ્ર વિધાનસભામાં કન્નડ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓ શિવસેના, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના, શિવ સ્વરાજ્ય પક્ષના સભ્ય રહ્યા છે.