માજી ક્રિકેટર વિનોદ કાંબળી ની તબિયત લથડતાં હોસ્પિટલમાં
ક્રિકેટ રસિકોમાં ચિંતાની લાગણી
હોસ્પિટલના ક્રિકેટ પ્રેમી સંચાલક દ્વારા કાંબળીની વિનામૂલ્યે સારવારની ઓફર
મુંબઈ - ભારતીય ટીમના માજી ક્રિકેટર વિનોદ કાંબળીની તબિયત કથળતાં તેને ભિવંડીની કાલ્હેર ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
છેલ્લાં કેટલાંક દિવસોથી કાંબળીની નાદુરસ્ત તબિયત હતી. થોડા દિવસ પહેલાં જ દિવંગત પ્રશિક્ષક આચરેકર સરના સ્મારકના અનાવરણ કાર્યક્રમમાં કાંબળીએ હાજરી આપી હતી. કાંબળીની તબિયત એ વખતે પણ ઢીલી હોવાનું જણાતું હતું. આ કાર્યક્રમમાં તેના નાનપણના મિત્ર અને ટીમમેટ સચિન તેંડુલકરની પણ મુલાકાત થઈ હતી. કાંબળીની આર્થિક સ્થિતિ કથળતાં માજી ક્રિકેટર કપિલ દેવે મદદનો હાથ લંબાવ્યો હતો.
આ વખતે જ્યારે કાંબળીને હોસ્પિટલમાં ખસેડાયો છે ત્યારે હોસ્પિટલના સંચાલક ક્રિકેટપ્રેમી હોવાથી કાંબળીને દાખલ કરાયાની જાણ થતાં જ તેને મફત સારવાર અપાવાનો નિર્ણય લીધો છે.