વિદેશી મહિલા પેટમાં કોકેન છૂપાવીને લાવીઃ એક્સરે માં પકડાયું

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
વિદેશી મહિલા પેટમાં  કોકેન છૂપાવીને લાવીઃ એક્સરે માં પકડાયું 1 - image


ઈથિઓપિયા તથા ટાન્ઝાનિયા મહિલાઓ ડ્રગની હેરાફેરીમાં  પકડાઈ

સામાન તથા અંગઝડતીમાં કશું ન મળ્યું પણ બાતમી પાકી હોવાથી ડીઆરઆઈએ એક્સ રે કરાવ્યો

મુંબઈ :  વિદેશથી આવેલી બે મહિલા પ્રવાસીઓ પાસેથી ડાયરેક્ટોટેરટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના અધિકારીઓએ કોકેનનો જથ્થો જપ્ત કર્યો હતો. ત્યાર બાદ ડીઆરઆઇ અને કસ્ટમના અધિકારીઓએ આ બન્ને મહિલાઓની ધરપકડ કરી હતી. આમાંથી એક મહિલા કોકેનનો જથ્થો પેટમાં છુપાવીને લાવી હતી જે એક્સ-રેમાં પકડાઈ ગયો હતો. આ રીતે ડ્રગ્સ છુપાવીને લાવવાની એક નવી પદ્ધતિનો એજન્સીઓએ પર્દાફાશ કર્યો હતો.

આ સંદર્ભે વધુ વિગતાનુસાર ડીઆરઆઇના અધિકારીઓને એવી માહિતી મળી હતી કે ઇથિયોપિયાથી મુંબઈ આવી રહેલ એક મહિલા તેની સાથે ડ્રગ્સનો જથ્થો છુપાવીને લાવી રહી છે. ત્યાર બાદ ડીઆરઆઇના અધિકારીઓએ મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર છટકું ગોઠવ્યું હતું. જેવી આ મહિલા એરપોર્ટ ઉતરી કે તરત તેના સામાનની ઝડતી લેવામાં આવી હતી. જોકે તેના સામાનમાં કોઈ ડ્ર્ગસ મળી આવ્યું નહોતું.

અધિકારીઓને મળેલી માહિતી પાકી હોવાથી કદાચ આ મહિલાએ તેના શરીરમાં ક્યાંક ડ્રગ્સ છુપાવ્યું હશે તેવી શંકાને આધારે તેની અંગે ઝડતી લેવામાં આવી હતી. જોકે તેના પણ ડ્રગ્સ ન મળી આવતા અંતે અધિકારીઓએ કોર્ટની પરવાનગી બાદ મહિલાનો એક્સ-રે કાઢ્યો હતો. જેમાં મહિલાના પેટમાં ડ્રગ્સ હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યાર બાદ મહિલાને સરકારી જેજે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતતી અને ડોક્ટરોએ તેના પેટમાંથી કોકેનનો જથ્થો કાઢવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

આ પ્રકારની બીજી ઘટનામાં ટાંઝાનિયાથી મુંબઈ આવેલ ૪૨ વર્ષની મહિલા પાસેથી ૨૧૦ ગ્રામ કોકેન જપ્ત કર્યું હતું.



Google NewsGoogle News