Get The App

ફૂડ સેફ્ટીના આસિ. ડાયરેક્ટર સવા લાખનકી લાંચ લેતાં ઝડપાયા

Updated: May 7th, 2024


Google NewsGoogle News
ફૂડ સેફ્ટીના આસિ. ડાયરેક્ટર સવા લાખનકી લાંચ લેતાં ઝડપાયા 1 - image


સીબીઆઈએ વાશી રેલવે સ્ટેશને છટકું ગોઠવ્યું

ફૂડ બિઝનેસના ધંધાર્થીઓ પાસેથી લાંચ લેતા અધિકારી તથા અન્યોના ઘરે છાપા માટે 37 લાખની રોકડ, 45 ગ્રામ સોનું જપ્ત 

મુંબઇ :  સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)એ સોમવારે મુંબઇની પ્રાદેશિક ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઇ) ના આસિસ્ટન્ટ ડિરેકટર સહિત ચાર વ્યક્તિની ભ્રષ્ટાચારના કેસમા ધરપકડ કરી હતી. એક ખાનગી કંપનીના પેન્ડીંગ બિલ ક્લિચર કરવા માટે રૃા.૧.૨૦ લાખની રકમની લાંચ માગવા પ્રકરણે સીબીઆઇએ આ કાર્યવાહી કરી હતી. 

ફૂડ સેફ્ટી અધિકારીની ઓળખ અમોલ જગતાપ તરીકે કરવામાં આવી છે જ્યારે અન્યોમાં એક એનાલિટીકલ લેબના  ડિરેકટર વિકાસ ભારદ્વાજ અને અન્ય અધિકારી હર્ષલ ચોગુલે તેમ જ ગુરૃનાથ દુબુલેનો સમાવેશ થાય છે. આ લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેમને આઠમી  મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.

આ સંદર્ભ સીબીઆઇના  સૂત્રોનુસાર આરોપી જગતાપ ફૂડ બિઝનેસ ઓપરેટરો પાસેથી લાંચની રકમની માગણી કરવામાં  અને સ્વીકારવાના ગેરકાયદે કામ અને ભ્રષ્ટાચારમાં લિપ્ત હતો. જ્યારે લેબના ઉચ્ચાધિકારીઓ એફએસએસએઆઇ દ્વારા મોકલવામાં આવતા વિવિધ ફૂડ સેમ્પલના વિશ્લેષણ અને તેના રિપોર્ટ આપવાનું કામ કરતા હતા.

સીબીઆઇને ફરિયાદ પ્રાપ્ત થતા  વાશી રેલવે સ્ટેશને છટકું મીટિંગ ગોઠવવામાં આવી હતી. અહીં આરોપીઓને સીબીઆઇની ટીમે પકડી પાડયા હતા. ત્યારબાદ આરોપીઓની ઓફિસ અને રહેઠાણ પર છાપા મારી રૃા.૩૭.૩ લાખની રોકડ અને ૪૫ ગ્રામ સોનું અને અમૂક મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા હતા.



Google NewsGoogle News