મામી ઐશ્વર્યાને પગલે નવ્યા નવેલીનું પણ પેરિસ ફેશન વીકમાં રેમ્પ વોક

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
મામી ઐશ્વર્યાને પગલે નવ્યા નવેલીનું પણ પેરિસ ફેશન વીકમાં રેમ્પ વોક 1 - image


શ્વેતા અને જયા ચિયર અપ કરવા ઓડિયન્સમાં હાજર

આ ફેશન વીકમાં ઐશ્વર્યા બહુ સ્થૂળ લાગતી હોવાનો તથા યોગ્ય મેકઅપ નહીં કર્યો હોવાની ચાહકોની ટીકા

મુંબઈ :  એકટ્રેસ ઐશ્વર્યા રાય પેરિસ ફેશન વીકમાં ભાગ લઈ રહી છે. તેની સાથે સાથે હવે તેની ભાણેજ નવ્યા નવેલી નંદાએ પણ પેરિસ ફેશન વીકમાં ડેબ્યૂ કર્યું છે. આ ફેશન વીકમાં આ વખતે ઐશ્વર્યાના લૂક્સની બહુ ટીકા થઈ છે. 

ઐશ્વર્યાએ જે રેમ્પ પર વોક કર્યું હતું તે જ રેમ્પ પર નવ્યા નવેલી નંદાએ પણ વોક કર્યું હતું. નવ્યા નવેલી  રેમ્પ વોક વખતે મિનિ રેડ ડ્રેસમાં સજ્જ થઈ હતી. આ સમયે ઓડિયન્સમાં માતા શ્વેતા તથા નાની જયા બચ્ચન પણ હાજર હતાં બંનેએ નવ્યા માટે ચિયર અપ કર્યું હતું. શ્વેતાએ જ આ શોના ફોટા તથા વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરતાં સંખ્યાબંધ બોલીવૂડ સેલિબ્રિટીએ નવ્યાને અભિનંદન પાઠવ્યાં હતાં. 

બીજી તરફ, આ ફેશન વીકમાં આ વખતે ઐશ્વર્યા રાયના લૂક્સની ભારે ટીકા થઈ છે. કેટલાય ચાહકોએ લખ્યું છે કે તેનો ચહેરો એકદમ ફૂલેલો લાગે છે અને તેણે યોગ્ય મેક અપ પણ કર્યો હોય તેમ લાગતું નથી. કેટલાક લોકોએ લખ્યું છે કે ઐશ્વર્યાએ જે ડ્રેસ પસંદ કર્યો છે તેમાં તે વધારે પડતી સ્થૂળ લાગી રહી છે. જોકે, કેટલાક ચાહકોએ ઐશ્વર્યાનો બચાવ પણ કર્યો છે અને લખ્યું છે કે આખરે તે મીસ વર્લ્ડ રહી ચૂકી છે. લોકો તેને સદા માટે એ રીતે જ યાદ કરશે. એકાદ ઈવેન્ટથી કોઈ ફરક પડવાનો નથી.



Google NewsGoogle News