Get The App

શિવસેના સ્થાપક બાલ ઠાકરેના જન્મ દિવસે ઠાકરે જૂથના કાર્યકર્તાના મેળાવડામાં પાચ સાંસદ અને ત્રણ ધારાસભ્ય ગેરહાજર રહેતા અટકળોને વેગ

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
શિવસેના સ્થાપક બાલ ઠાકરેના જન્મ દિવસે ઠાકરે જૂથના કાર્યકર્તાના મેળાવડામાં પાચ સાંસદ અને ત્રણ ધારાસભ્ય ગેરહાજર રહેતા અટકળોને વેગ 1 - image


- ઉધ્ધવ ઠાકરેની શિવસેના ફરી તૂટશે?

- પરંતુ શિવસેના (યુબીટી) માત્ર તેને અફવા હોવાનો દાવો કર્યો

મુંબઈ : શિવસેનાના વિભાજન બાદ અઢી વર્ષ પછી ફરી વખત  ઉધ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાની ઉથલ પાથલ થાય એવા સંકેતો છે. કારણ કે બાલ ઠાકરેના જનન્મ દિવસ નિમિત્તે  આયોજિત કાર્યકર્તાના મેળાવડામાં તેમની પાર્ટીના  પાંચ સાંસદ અને ત્રણ ધારાસભ્ય ગેરહાજર રહેતા તેઓ પક્ષાંતર કરીને શિંદે  શિવસેનામાં જોડાશે એવી જોરદાર અચકળો વહેતી થતા મહારાષ્ટ્રના રાજકારણમાં  ગરમાવો આવ્યો છે. પરંતુ બીજી તરફ શિવસેના (યુબીટી)ના  નેતા તેને અફવા ગણાવીને દાવો કરે છે કે અમારી પાર્ટીમાંથી કોઈપણ નેતા પક્ષ પલ્ટો કરી રહ્યા નથી.

અંધેરી સ્થિત અંધેરી સ્પોર્ટસ કલબમાં અવિભાજિત શિવસેના સ્થાપક બાલ ઠાકરેનો  જન્મ દિવસ નિમિત્તે ગત ગુરૂવારે શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ કાર્યકર્તાના મેળાવડાનું આયોજન કર્યું હતું.

આ કાર્યકર્તાઓના મેળાવડામાં  શિવસેના (યુબીટી)ના ધારાસભ્ય દિલીપ સોમાલ, રાહુલ પાટીલ,  બાબાજી કાળે  તેમ જ સાંસદ સંજય દેશમુખ, નાગેશ પાટીલ, બંદૂ જાધવ, ઓમ રાજે નિંબાલકર અને સંજય દીના પાટીલ ગેરહાજર હતા.

શિવસેના (યુબીટી)ના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને પ્રશ્ન કરતાં ગુસ્સે થઈને કહ્યું કે કાર્યક્રમમાં ધારાસભ્ય  અને સાંસદ ગેરહાજર રહેવા બદ લ પ્રશ્ન પૂછનારા  તમે કોણ છો? સંજય રાઉતે  કહ્યું કે આ કાર્યક્રમ મુંબઈમાં હોવાથી રાજ્યના  અન્ય વિસ્તારોની શિવસેના (યુબીટી)ના નેતા  આવી શકે તેમ ન હતાં તેઓના પહેલાથી કાર્યક્રમ હોવાથી તેઓએ પાર્ટીને જાણ કરી હતી. આથી કાર્યક્રમમાં સામેલ ન હતા.

જો કે તેમણે વધુમાં બચાવ કરતાં કહ્યું કે  ગેરહાજર રહેનારા ભૂતપૂર્વ ધારાસભ્ય રાજન સાલ્વી અન ેવૈભવ નાઈક મેળાવડામાં  હાજર હતા. આથી સાલ્વી શિવસેના યુબીટી સાથે છેડો ફાડશે એવી અટકળો પર પડદો પડી ગયો હોવાનો દાવો કર્યો. પરંતુ તેમણે સ્પષ્ટપણે ખુલાસો કર્યો ન હતો કે રાજન સાલ્વીને ભાજપ કે શિંદે શિવસેના એમ બન્ને પાર્ટી આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે.

ઉદય સામંતનો દાવો સાબિત થયો

શિવસેના નેતાઓની ગેરહાજરી એચલા મહત્વપૂર્ણ છે કે શિંદે શિવસેનાના નેતા અને ઉદ્યોગ મંત્રી ઉદય સામેતે  કહ્યું કે  આગામી દિવસોમાં  શિવસેના યુબીટીના અનેક હાઈ પ્રોફાઈલ  નેતા દ્દિે શિવસેનામાં જોડાશે. તેઓ અમારા સંપર્કમાં છે. એટલું જ નહિ સામંતે દાવો કર્યો હતો કે શિવસેના યુબીટીના ચાર ધારાસભ્યો  અને ત્રણ સાંસદ ટૂંક સમયમાં શિંદે શિવસેનામાં સામેલ થશે.  આ સિવાય કોંગ્રેસના ચાર ધારાસભ્યો પણ શિંદે શિવસેનામાં  જોડાશે એમ તેમણે દાવો કર્યો હતો.


Google NewsGoogle News