જેટીનાં બ્યુટિફિકેશન માટે માછીમારોને નૌકા હટાવવા આદેશ

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
જેટીનાં  બ્યુટિફિકેશન માટે માછીમારોને નૌકા હટાવવા આદેશ 1 - image


કફપરેડ, બધવાર પાર્કમાં ઉહાપોહ

શુક્રવાર સુધીની પાલિકાએ આપેલી મહેતલને લીધે માછીમારો મુંઝવણમાં

મુંબઇ :  દક્ષિણ મુંબઇમાં કોલાબાના કફપરેડ અને બધવાર- પાર્કના દરિયા કિનારાની જેટીનું સુશોભીકરણ કરવાની કામગીરી માટે માછીમારોને તેમની નૌકાઓ શુક્રવાર સુધીમાં હટાવવાની પાલિકાએ મહેતલ આપી છે. આને લીધે માછીમારો મુંઝવણમાં મૂકાઇ ગયા છે કે ૪૦૦થી વધુ બોટ ક્યાં ઉભી રાખવી?

મહાપાલિકાની સુંદર મુંબઇ યોજના અંતર્ગત બધવાર પાર્ક કોલીવાડા જેટ્ટીનું સુશોભીકરણ હાથ ધરવામાં આવ્યું છે. આને લીધે સમારકામ માટે કે રંગકામ માટે દરિયામાંથી કિનારે લાવવામાં આવતી નૌકાઓ  ક્યાં ઉભી રાખવી એ મોટો સવાલ થયો છે.

કિનારે લાવવામાં આવેલી તમામ નૌકાઓને ૨૭મી ઓક્ટોબર સુધીમાં હટાવવામાં નહીં આવે તો ૨૮મી ઓક્ટોબરથી પોલીસ રક્ષણ નીચે બોટો હટાવવાની કામગીરી પાર પાડવામાં આવશે એવી નોટિસ પાલિકાના એ- વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર તરફથી માછીમારોને આપવામાં આવી છે.

મહારાષ્ટ્ર મચ્છીમાર કૃતી સમિતિના અધ્યક્ષ દેવેન્દ્ર ટંંડેલે જણાવ્યું હતું કે પાલિકાની આ કામગીરી ગેરકાયદે છે. સુશોભીકરણ કેવી રીતે થવાનું છે? સુશોભીકરણ થયા પછી ઉદ્યાન વિકસાવાશે કે માછીમારોની નૌકાઓ ઉભી કરવા માટે વ્યવસ્થા કરવામાં આવશે એ વિશે પાલિકા તરફથી સ્પષ્ટતા કરવામાં નથી આવી. એટલે આ કામગીરીના વિરોધની સાથે અમે વૈકલ્પિક જગ્યાની માગણી કરી છે.



Google NewsGoogle News