Get The App

નેવીના ઇતિહાસમાં પહેલી વાર યુદ્ધ-જહાજનું સુકાન મહિલાને સોંપાયું

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
નેવીના ઇતિહાસમાં પહેલી વાર યુદ્ધ-જહાજનું સુકાન મહિલાને સોંપાયું 1 - image


મુંબઈની પ્રેરણા દેવસ્થળીની પસંદગીં

યુદ્ધ જહાજ આઈએનએસ ત્રિકંટના કમાન્ડિંગ ઓફિસર તરીકે નિયુક્તિ

મુંબઇ :  ભારતીય નૌકાદળના ઇતિહાસમાં પહેલી જ વખત યુદ્ધ-જહાજનું સુકાન મહિલા અધિકારીને સોંપાયું છે. યુદ્ધ-જહાજના પહેલા કમાન્ડિંગ ઓફિસર તરીકે મુંબઈની પ્રેરણા દેવસ્થળીની પસંદગી થઈ છે.

નૌકાદળના વડા એડમિરલ હરિકુમારે નેવી-ડેની ઉજવણીની પત્રકાર-પરિષદમાં જાહેરાત કરી હતી કે વોર-શિપનું સુકાન પહેલી જ વાર એક લેડી ઓફિસરને સોંપાશે. શનિવારે માલવણના તારકર્લી ખાતે રિયર એડમિરલ પ્રવીણ નાયર (ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ વેસ્ટર્ન ફ્લીટ)ના હસ્તે યુદ્ધ જહાજ આઇએનએસ ત્રિકંટના કમાન્ડિંગ ઓફિસર તરીકેનો અપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યો હતો.

મુંબઈના રહેવાસી પ્રેરણા દેવસ્થળીએ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી માનસશાસ્ત્ર વિષયમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી. ત્યાર પછી ૨૦૦૯માં નેવીમાં જોડાયા હતા. તેમના પતિ અને ભાઈ પણ નેવલ ઓફિસર છે.



Google NewsGoogle News