ભારતમાં પહેલીવાર સમુદ્રમાં લાંગરેલાં જહાજોને કિનારા પરથી વીજળી અપાશે
જહાજોએ પોતાની સિસ્ટમ ચાલુ રાખવા ડીઝલ બાળવું પડે છેે
હાલ વિશ્વના માત્ર 20 પોર્ટ પર જ આવી સુવિધા છેઃ દરિયાઈ પ્રદૂષણ ઘધટાડવા માટે જેએનપીટીમાં પ્રોજેક્ટ
મુંબઇ : પોર્ટના ટર્મિનલ પર લાંગરેલા જહાજોને વર્ષ ૨૦૨૩૦ સુધીમાં વીજળી પુરવઠો પહોંચાડવાની યોજના જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (જેએનપીએ) તૈયાર કરે છે. કિનારા પરથી વહાણમાં 'શોર પાવર સપ્લાય' (એસપીએસ) પહોંચાડવાનો પ્રોજેક્ટ ભારતમાં પ્રથમ વાર નવી મુંબઇના જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટીમાના ત્રીજા ટર્મિનલ પર તૈયાર થશે.
સામાન્ય રીતે જહાજ પોતાના ડીઝલ એન્જિન ચાલુ રાખે છે અને વીજળીનું ઉત્પાદન કરીને ઉપયોગ કરતા હોય છે. કિનારા (શોર) પરથી જહાજને વીજળી પહોંચાડવાને 'શોર પાવર સપ્લાય' કહેવામાં આવે છે. વર્ષ ૨૦૨૦ સુધીમાં વિશ્વમાં ફક્ત ૨૦ પોર્ટ પર એસપીએસ સુવિધા ઉપલબ્ધ છે. જહાજના ડિઝલ એન્જિનો ચાલુ કરી વીજળી મેળવવામાં એરપોલ્યૂશન થતું હોય છે જે નિવારવા એસપીએસનો વિચાર કરવામાં આવ્યો છે. શિપ માલિકનો ઇંધણખર્ચ પણ બચે છે. ઘણાં પોર્ટસ દ્વારા ૨૦૨૮ સુધીમાં એસપીએસ સુવિધા શરૃ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેએનપીએ ૨૦૩૦ સુધીમાં એસપીએસ સુવિધા વિકસાવશે.
જેએનપીએ રૃા. ૧૦૦ કરોડના ખર્ચે પાઇલોટ પ્રોજેક્ટ વિકસાવી રહ્યું છે. એકવાર જેએનપીએનો પ્રોજેક્ટ શરૃ થઇ જાય તે પછી જેએનપીએના અન્ય ટર્મિનલો પર પણ આ સુવિધા શરૃ કરવામાં આવશે. જેએનપીએમાંના તમામ ટર્મિનલ માટે કુલ ૪૫ એમવીએ (મેગા વોલ્ટ એમ્પિયર્સ)ની જરૃર પડશે. જેની પાછળ રૃા. ૬૦૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. જેએનપીએના ચેરમેને કહ્યું કે શરૃઆતમાં નેશનલ ગ્રીડમાંથી કનેક્શન મેળવીને એસપીએસ સુવિધા પૂરી પાડવામ ાં આવશે. તે પછી પોર્ટ ગ્રીન એનર્જી (સોલર, વિન્ડ અથવા હાઇડ્રોલિક પ્લાન્ટથી ઉત્પાદિત વીજળી) ખરીદવામાં આવશે.