પુણેમાં ગરબાના કાર્યક્રમમાં ગોળીબાર, બેને ઈજા
- જતાં જતાં હવામાં ગોળીબાર પણ કરતા ગયા
- આયોજકના પુત્રને કોલર પકડીને બહાર કાઢી મૂકવામાં આવતા તકરાર બાદ હવામાં ગોળીબાર
મુંબઇ : પુણેમાં ગરબા રમતી વખતે આયોજકના પુત્રને કોલર પકડીને બહાર કાઢી મૂકતા વિવાદ સર્જાયો હતો. જેમાં વિવાદ વકરતા ગોળીબાર થયો હતો. આ ઘટનામાં બે શખ્સો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ ઘટના શનિવારે રાત્રે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટનામાં ૩૦ વર્ષીય સુરજ કદમ દ્વારા નોંધાયેલી ફરિયાદ બાદ ૨૭ વર્ષીય સૌરભ મહાલુંગે સહિત અન્ય બે અજાણ્યા શખ્સો સામે કેસ નોંધાવામાં આવ્યો હતો.
નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમી નિમિત્તે ગામમાં ગરબા દાંડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ં સૌરભે આયોજકના પુત્ર જે ગરબા રમી રહ્યો હતો તેને કોલર પકડીને બહાર કાઢી મૂક્યો હતો. જેના કારણે સૌરભ અને શંકર નનાવણે વચ્ચે વિવાદ સર્જાતા તે ઝઘડામાં પરિણમ્યો હતો.
આ સમયે સ્ત્રીઓએ પણ આનો વિરોધ કરતા, ગરબા કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓએ સૌરભ અમારી પર દાદીગીરી કેમ કરી રહ્યો છે તેમ કહેતા સૌરભને માર માર્યો હતો. આ સમયે સૌરભ સાથે રહેલ બે અજાણ્યો શખ્સોમાંથી એકે પોતાની પાસે રહેલ પિસ્તોલમાંથી તેની પાસે ઉભેલા ૩૮ વર્ષીય નિલેશ પર ગોળીબાર કર્યો હતો. તો બીજા શખ્સે સુરજ પર ઈંટ ફેંકીને તેને ઈજા પહોંચાડી હતી. તેથી આ ઘટનામાં બે શખ્સો ે ગંભીર રીતે ઘાયલ થયા હતા. હવામાં ગોળીબાર કરી ત્યાં ભયનો માહોલ સર્જવામાં આવ્યો હતો.