Get The App

અગ્નિવીરની તાલીમ લેતી યુવતીની નેવી હોસ્ટેલમાં આત્મહત્યા

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
અગ્નિવીરની તાલીમ લેતી યુવતીની નેવી હોસ્ટેલમાં આત્મહત્યા 1 - image


૨૦ વર્ષની અપર્ણાએ ગળે ફાંસો ખાઈ લીધો

મૃતક કોઇ સુસાઇડ નોટ છોડી ગઇ નથી, આત્મહત્યા પહેલા સંબંધીઓ સાથે વાત કરી

મુંબઇ :  કેરળથી અગ્નિવીર બનવા મુંબઇ આવેલ એક તાલીમાર્થી યુવતીએ આઇએનએસ હુમલા પરની નેવીની હોસ્ટેલમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર જાગી છે. 

અપર્ણા નાયર નામની યુવતી લગભગ બે અઠવાડિયા પહેલા મુંબઇ આવી હતી. 

માલવણી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ચિમાજી આઢાવે જણાવ્યું હતું કે નાયર અન્ય ૧૫-૨૦ છોકરીઓ સાથે માલવણીની નેવીની હોસ્ટેલમાં રહેતી હતી. સોમવારે સવારે   અપર્ણાની એક રૃમમેટે સવારે ૧૦.૩૦ વાગ્યે તેના રુમનો દરવાજો ખટખટાવતા અંદરથી કોઇ પ્રતિસાદ મળ્યો નહોતો. ઘણા સમય સહિત કોઇ પ્રતિસાદ ન મળતા તેણે અન્યોને જાણ કરી હતી અને ત્યારબાદ રૃમનો દરવાજો તોડવામાં આવતા  અપર્ણા  ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. તેને તરત જ પાસેની એક હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી પણ અહીં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

આ ઘટના બાબતે હોસ્પિટલ સત્તાવાળાઓએ પોલીસને જાણ કરી હતી. અપર્ણા  પાસેથી કોઇ સુસાઇડ નોટ મળી આવી નહોતી. જો કે પોલીસે અંગત કારણોસર  અપર્ણાએ આત્મહત્યા કરી લીધી હોવાની આશંકા વર્તાવી હતી. આત્મહત્યા કરવા પૂર્વે  અપર્ણાએ કેરળમાં તેના સંબંધીઓ સાથે ફોન પર વાત કરી હતી. આ પ્રકરણે માલવણી પોલીસે અકસ્માત મૃત્યુની (એડીઆર) નોંધ કરી તેના સંબંધીઓને આ ઘટનાની જાણ કરી હતી. 

અગ્નિવીર તાલીમાર્થી મહિલાના મૃત્યુ બાદ તપાસનો આદેશ

૨૦ વર્ષીય અગ્નિવીર તાલીમાર્થી મહિલાની આત્મહત્યા બાદ આ બાબતે તપાસ હાથ ધરવામાં આવશે એમ સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ ભારતીય નૌકાદળે મંગળવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ૨૭ નવેમ્બર, ૨૦૨૩ના આઇએનએસ હમલા, મુંબઇ ખાતે અપર્ણાવી નાયર, અગ્નિવીર લોજિસ્ટિક્સ (એફ એન્ડ એ), ૨૦ના અકુદરતી મૃત્યુની દુર્ભાગ્ય પૂર્ણ ઘટનાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારતીય નૌકાદળ શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરે છે.



Google NewsGoogle News